સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. આને અંગેજીમાં રૉક સૉલ્ટ (ખડક મીઠું), હિન્દીમાં સેંધા નમક (सेंधा नमक) અથવા લાહોરી નમક (लाहौरी नमक) કહે છે. ખનિજ શાસ્ત્રમાં આ ખનિજને હેલાઈટ (Halite) કહે છે. રાસાયણ શાસ્ત્રમાં આને સોડિયમ ક્લોરાઈડ (NaCl) કહે છે.
પથ્થર સ્વરૂપે મળી આવતું આ ખનીજ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતા રંગનું હોય છે. ક્યારેક અમુક અશુદ્ધિ મિશ્ર થતાં તેનો રંગ હળવો ભૂરો, જાંબુડી, ગુલાબી કે નારંગી પણ હોઈ શકે છે. ભારતીય ભોજનમાં વપરાતું સંચળ પણ એક પ્રકારનું સિંધવ જ હોય છે
ઐતિહાસિક રૂપે આ ખનિજ ભારતમાં સિંધ, પશ્ચિમ પંજાબ જેવા સિંધુ નદીના ક્ષેત્રોમાંથી આવતું હોવાથી આનું નામ સિંધવ પડ્યું છે.
સિંધવ મીઠું એટલે કે સિંધ વિસ્તારમાંથી આવેલું મીઠું. આ મીઠું પાકિસ્તાનના લાહૌરથી પણ આવતું હોવાથી તેને લાહૌરી મીઠું પણ કહેવાય છે. આ મીઠું પાકિસ્તાનના પાશ્ચિમોત્તર પંજાબમાં આવેલી નમક કોહ નામની પહાડીમાંથી મળે છે. ઉલ્લેખનીય છે કે, આ પહાડીઓમાં ખેવડા નામની મીઠાની ખાણ છે, જે દુનિયાની સૌથી મોટી મીઠાની ખાણ છે.
દુનિયામાં પ્રથમ નંબરે ખેવડાથી મોટી ઓન્ટારિયોની સિફટો કેનેડા સોલ્ટ માઇન્સ છે. કહેવાય છે કે ખેવડાની ખાન એટલી મોટી છે કે અહીંથી આગામી 500 વર્ષ સુધી મીઠાની સપ્લાઈ થઇ શકશે. અહીંથી વર્ષે લગભગ 4.65 લાખ ટન મીઠું કાઢવામાં આવે છે.
આ ખાણમાં લગભગ 40 કિમિ લાંબી ટનલ છે. અહીંથી નીકળતું મીઠું સમગ્ર ઉત્તર ભારતીય ઉપમહાદ્વીપમાં પહોંચે છે. ભારતમાં પણ આ મીઠું હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનની સાંભર તળાવમાં મળે છે, પરંતુ તે અહીં ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. સાથે જ તેની ગુણવત્તા પણ પાકિસ્તાનથી આવતા મીઠા કરતા હલકી છે.
આ મીઠાને લાહૌરી મીઠું હેલાઈટ(Halite) સોડિયમ ક્લોરાઇડ(NaCl) કહેવામાં આવે છે. આ મીઠું ભારતમાં ભોજન અને દવાના હાજમા માટે પણ ઉપયોગમાં લેવાય છે. જે રંગીન અને સફેદ રંગનું હોય છે. જોકે, ક્યારેક તેમાં અન્ય પદાર્થોની હાજરીને કારણે તેનો રંગ વાદળી, ઘાટ્ટો વાદળી, જાંબુ કલર, ગુલાબી, નારંગી, પીળો અથવા ભૂરો પણ હોઈ શકે છે.
ખેવડા મીઠાની ખાણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઝેલમ જિલ્લામાં ઈસ્લામાબાદથી 160 કિમિ દૂર આવેલી છે. અહીં સદીઓથી ખોદીને મીઠું કાઢવામાં આવે છે. આ પહાડમાં સુરંગો બનાવીને તેમાંથી મીઠું કાઢવામાં આવે છે. જોકે, મીઠું કાઢતી વખતે ખાણમાંથી 50% મીઠું કાઢવામાં આવે છે અને 50% ત્યાં જ રહેવા દેવાય છે, જેનાથી સ્તંભ તરીકે ખાણને સહારો મળે.
આ ખાણને ખોદતાં ખોદતાં અહીં ઓરડા બની ગયા છે. આ ખાણ લગભગ 19 માળ જેટલી ઊંડી છે. આ ખાણમાં બનેલી સુરંગોની ઊંડાઈ માપવામાં આવે તો તે લગભગ 730 મીટર લાંબી હશે.
સિંધવ-મીઠું( ફરાળી મીઠું) :– આ સિંધવ મીઠાને rock salt અને લાહોરી મીઠા ના નામે પણ ઓળખવામાં આવે છે. સિંધવ-મીઠું રિફાઇન્ડ કર્યા વગર જ તૈયાર કરવામાં આવે છે. જો કે સિંધવ મીઠામાં સાદા મીઠાંની તુલનામાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ નું પ્રમાણ વધારે હોય છે.
આ સાથે સિંધવ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું હોય છે. જે લોકોને હૃદય અને કિડની સંબંધી તકલીફો હોય તેમના માટે સિંધવ મીઠાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
*કાળું મીઠું:-* આ મીઠાને બ્લેકહોલ પણ કહેવામાં આવે છે. આ મીઠાં નું સેવન દરેક પ્રકારની વ્યક્તિ માટે ફાયદારૂપ સાબિત થાય છે. કારણ કે કાળા મીઠાનું સેવન કરવાથી પેટનો દુખાવો, ચક્કર આવવા, ઊલટી થવી અને જીવ ગભરાય જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે
*પાચન સુધારે છે*
સિંધવ મીઠાવાળું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. આ મોંમાં લાળવાળી ગ્રંથિને એક્ટિવ કરવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક પચાવવાની પ્રક્રિયા વધુ સારી થાય છે.
*અનિદ્રા*
ઘણાં લોકોને તણાવને કારણે રાતે બરાબર ઊંઘ આવતી નથી. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછાં થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થાય છે.
*મસલ્સ પેઈન*
મસલ્સ પેઈન થવા કે પછી હાડકાં સંબંધી સમસ્યાઓમાં સિંધવ મીઠું બહુ જ લાભકારક માનવામાં આવે છે.
*પથરીની સમસ્યા*
પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે. પણ આ ઉપચાર કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી.
નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે
અહી આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે. ફોટો – હેમંત ઉપાધ્યાય