રાષ્ટ્રવાદી લેખક રમેશ ગોસ્વામી કચ્છ -વાગડ નાં લાકડિયા ગામ નાં વતની છે. “સારથિ” ઉપનામ થી ગઝલો, કવિતાઓ, ભજનો લખે છે. પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા વીસ વર્ષ થી સક્રિય છે. નવલિકા, નવલકથા, સહિત સાહિત્ય ના દરેક પ્રકાર પર હથોટી ધરાવે છે. હાલે લોકાર્પણ દૈનિક ની સાપ્તાહિક પુર્તિ સપ્તરંગી માં નવલકથા *અભિનેત્રી* ચાલી રહી છે. કચ્છ ટાઈમ્સ અને કચ્છ એક્સપ્રેસ જેવાં અખબાર, સામાયિક પણ શરૂ કરેલ. ગુજરાત નાં અનેક નામી અનામી અખબારો માં કોલમ લખી ચૂક્યા છે. આગામી દિવસોમાં લેખક નાં પુસ્તકો પણ પ્રગટ થઈ રહ્યાં છે. પ્રસ્તુત લેખ માળા *આઝાદી ના ઇતિહાસ ની ડાર્ક સાઈડ* ઘણી બધી બાબત પર રોશની પાથરશે. કોઈ પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય થી ઉપર ઉઠી ને રાષ્ટ્રહિત સર્વોપરી અનુસાર જે રોકડું સત્ય છે એ બતાવવા માં આવશે.
વાંચતા રહો..
*રંગ દે બસંતી*
*આઝાદીના ઇતિહાસની ડાર્ક સાઈડ*.
*રંગ દે બસંતી…*
*મૈંને ગાંધી કો કયું મારા….?*
*ગાંધી વિથ ગોડસે…આઝાદી નાં ઇતિહાસની ડાર્ક સાઈડ*
( *ભાગ -૧*)
✍🏻રમેશ ગોસ્વામી “સારથિ”
આઝાદી નાં ઇતિહાસ માં ઘણું બધું એવું છે, જે નરી આંખે દેખાતું હોવા છતાં એને સ્વીકાર કરવું અ -સંવેધનિક જેવું થઈ ગયું છે. સત્ય ને કોઈ પણ જાત નાં ચશ્માં વગર જોવું જોઈએ. ગાંધીવાદ કે ગોડસેવાદ થી પર ઉઠી ને તથ્ય ને તથ્ય ના રૂપ માં જોવા થી એ સમય કાળ દરમિયાન શું શું ઘટ્યું હતું એથી વધુ શા માટે ઘટ્યું હતું એ સમજવું જરૂરી બની જાય છે. ગોડસે નો બચાવ કરવા નું એટલા માટે પણ ઉચિત નથી કેમકે આવું જીવતે તેમણે પોતે પણ જીવ નહોતું ઈચ્છયું. ફાંસી ની સજા ને આજીવન કારાવાસ માં બદલવા આંબેડકર જેવા શ્રેષ્ટ વકીલ આગળ આવ્યા હતા, પણ ગોડસે એ એમ કહી ને આખી પ્રક્રિયા પર પરદો પાડી દીધો હતો કે,: મને ફાંસી પર લટકાવી દેવામાં આવે, હું કહેવા માંગુ છું કે ગાંધી ની અહિંસા ફાંસી ને માંચડે લટકી ગઈ…!!
મહારાષ્ટ્ર નાં બ્રાહ્મણ પરિવાર માં જન્મ. પિતા વિનાયક વામનરાવ ગોડસે, અને માતા લક્ષ્મીબાઈ નાં ઘેર તારીખ ૧૯ મે,૧૯૧૦ નાં જન્મ. જન્મ સમય નું નામ રામચંદ્ર હતું. પિતા ટપાલ ખાતા માં કારકુન ની નોકરી કરતા. પુના ના કારસેત થી સોળેક કી. મી. દુર નાનકડા ગામ ઉકસણ. બારામતી માં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પુણે માં કાકી ના ઘેર જઈ ને આગળ નું ભણતર કર્યું. નાનપણ માં પિતાજી દ્વારા અમુક વિધિ કરાવવા માં આવતી. નાક માં નથડી પહેરાવવા માં આવતી. કુળદેવી સામે બેસાડી ને ત્રાંબા ની થાળી માં કોતરેલા ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરી ને ત્રાટક જેવું કરાવવા માં આવતું. તંદ્રા માં જઈ ને અમુક અસ્પષ્ટ ઉતર આપવા માં આવતા. કાળા અક્ષરો દેખાતા, કુટુંબ ની કોઈ વ્યક્તિ સવાલો પૂછતી જેનો જવાબ સિરોમાન્ય માનવા માં આવતો.જેમ ક્રિસ્ટલ ગિઝર ગોળા માં જુવે છે એમ ત્રાંસા માં કોતરણી કરી ને જીવાતું.છોકરી ની જેમ ડાબું નાક વિધ્યું હતું. આવું બધું કોઈ દૈવી શકિત નાં નામે અથવા અન્ય કોઈ કારણ સર કરવા માં આવતું. તાત્પર્ય કે આવા શ્રદ્ધા ની પરાકાષ્ટા વાળા કુટુંબ માં ઉછેર થયો. પિતાજી ની કારકુન ની નોકરી માં બદલી રત્નાગીરી થઈ. અહીં થી જીવન ગતિ ની ગાથા શરૂ થઈ.૧૯૩૦ નાં અરસા માં રત્નાગીરી માં આવ્યા બાદ વીર સાવરકર સાથે મુલાકાત થઈ, જે જીવન બદલી નાખવા ની હતી.
ભણીગણી ને પિતાજી ની જેમ નોકરી કરવાનો કોઈ મનસૂબો હતો નહીં, આથી શાળા છોડી ને નાના મોટા કામ ધંધા કર્યા- દરજીકામ, સુથારીકામ. વીર સાવરકર ની સ્થાપિત હિંદુમહાસભા નાં કાર્યકર્તા બન્યા. આર. એસ. એસ. માં પણ જોડાયા. થોડા સમય બાદ આ સંગઠન માં થી નીકળી ગયેલ.કેમકે રાષ્ટ્રીય સ્વયંમ સંઘ માં હિંસા ને કોઈ સ્થાન ક્યારેય નથી રહ્યું.રત્નાગીરી થી પુણે જઈ ને હિંદુ મહાસભા નું વર્તમાનપત્ર – મવાળ પક્ષીય – જમણેરી વિચારધારા ને સમર્થન કરતું “અગ્રીમ” શરૂ કર્યું. અખબાર ધીમે ધીમે લોકપ્રિય થયું, જેનું બાદ માં નામ બદલવામાં આવ્યું. નામ
રખાયું: હિંદુ રાષ્ટ્ર !
વીર સાવરકર ની હિંદુ મહાસભા નું કામ વ્યાપક પ્રમાણમાં હતું. ભારત સહિત વિશ્વભર માં હિંદુ મહાસભા ચર્ચિત હતી. અલબત, એ સમયે પણ હિંદુ હિત ની વાત કરવી ઘણાં સેક્યુલર નેતાઓ,અખબારો, દળો માટે સુગ નું કામ હતું. આજે પણ છે. કોઈ નું અહિત ન થાય એ રીતે પોતાના ધર્મ ની વાત કરવી અયોગ્ય કેવી રીતે હોઈ શકે? વીર સાવરકરે હિંદુ રાષ્ટ્ર નું સપનું જોયું. આ ગુન્હો હતો? હિંદુ રાષ્ટ્ર વર્તમાન પત્ર માં હિંદુ હિત ની વાત પ્રમુખતા થી કરવા માં આવતી. ભારત અને હિન્દુત્વ અલગ અલગ ન હોઈ શકે. બંને સિક્કા ની બે બાજુઓ છે. નાનપણ માં રામચંદ્ર ઉર્ફે નાથુરામ ગોડસે ગાંધી નાં વિચારો થી ખુબ પ્રભાવિત હતા. હિંદુ મહાસભા એ શરૂ માં ગાંધીજી ની અંગ્રેજો વિરુદ્ધ ની સવિનય કાનૂનભંગ ની ચળવળ માં સહયોગ આપ્યો હતો. જોકે બાદ માં ગોડસે એન્ડ કંપની એ ગાંધીજી સાથે મતભેદો થવા લાગતાં સહયોગ પાછો લીધો હતો. ગાંધીજી પર હમેશાં આક્ષેપો લાગતા રહ્યા છે કે લઘુમતી ને રાજી રાખવા બહુ સંખ્યકો નાં મુળભુત હિતો ની અવગણના કરવામાં આવી હતી. ભાગલા બાદ અને પહેલાં હજારો -લાખો નિર્દોષ હિંદુઓ ની હત્યા ની જવાબદારી કોની? આ ક્યારેય તય નથી થયું. જો એક હત્યા ની સજા ફાંસી હોય, તો હજારો – લાખો નિર્દોષ હિંદુઓ ની ( અને મુસલમાનો ની પણ) હત્યા માટે કેટલી ફાંસી આપવી જોઈએ? નેતાગીરી ની ભૂલ અથવા જાણી જોઈ ને લેવાયેલ નિર્ણયો બાદ સર્જાયેલ પરિસ્થિતિ માટે ક્યારેય કોઈ ને દોષી નથી ગણવા માં આવ્યા. ગોડસે નો બચાવ હોઈ જ શકે. હત્યા ની સજા ભોગવી લીધી. પણ હત્યા શા માટે કરવા માં આવી? એનો જવાબ ગોડસે એ કોર્ટ માં પાંચ કલાક નો સમય લઈ ને ૧૨૦ પેજ નો જવાબ લખ્યો હતો, બોલી ને સંભળાવ્યો હતો. ત્યારે કોર્ટ માં ઉપસ્થિત સૌ કોઈ રડતા હતા! આ વાત ફાંસી ની સજા આપનાર જજે બાદ માં પુસ્તક માં લખી હતી.
નાથુરામે આ અગાઉ કોઈ હત્યા કરી નહોતી, અથવા અન્ય કોઇ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ પણ નહોતી કરી. ગાંધી – ગોડસે બંને ની નજર માં રાષ્ટ્રવાદ ની પોત પોતાની વ્યાખ્યા હતી.
ગાંધીજી ની હત્યા માટે ઘણાં લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. એક તરફા ઝુકાવ ખુબ તીવ્રતા થી વધ્યો હતો ગાંધીજી નો. લઘુમતી નો વિશ્વાસ જીતવા બહુ સંખ્યક સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો હોવા ની રાવ ઉઠી હતી. આ બાબતે પ્રત્યક્ષ – પરોક્ષ રૂપે સમજાવટ નાં પ્રયત્નો પણ થયા હતા. વિરોધ મુસ્લિમ કે અન્ય સમુદાયો નો નહોતો જ. એમને તો મોં માંગ્યું મળ્યું હતું. સવાલ હતો હિંદુઓ નો. ગાંધીજી મંદિર માં કુરાન વાંચવા ની વાત કરતા, પણ મસ્જિદ માં ગીતા પાઠ ની વાત નહોતા કરતા. ખુદ ગાંધી એકાદ અપવાદ ને બાદ કરતાં ક્યારેય મંદિર દેવ – દર્શને ગયા નહોતા. નેતાઓ ની સતા ભુખ નાં કારણે નિર્દોષ હિંદુ – મુસલમાન ની ખુબ હત્યાઓ થઈ હતી. આપસ માં ભાઈચારા ની વાત કહેવાતી હતી, પણ અમલ નહોતો થતો. અતિ તીવ્રતા વાળું સેક્યુલરિઝમ નિભાવવા ની ગાંધીહઠ થી હિંદુઓ નો એક સમૂહ નારાજ હતો.પાકિસ્તાન બનાવવા ની માંગણી ઉઠી ત્યારે મુસ્લિમો માં જનમત કરવા માં આવ્યો, જેમાં મોટા ભાગના લોકો એ પાકિસ્તાન તરફી વોટિંગ કર્યું હતું. ગાંધીજી થી નારાજ એક ટુકડી એ પ્લાન કરી ને
૨૦ જાન્યુઆરી,૧૯૪૮ નાં દિવસે મદનલાલ પાહવા એ પ્રાથના ચાલતી હતી ત્યાં બોંમ ફોડ્યો. જે દિવાલ સાથે ટકરાયો. દિવાલ તુટી ગઈ. ધડાકો થયો. અવાજ સાંભળી ને ગાંધીજી સમજી ગયા કે હુમલો થયો છે, પણ બોલ્યા કે, આવું તો ચાલ્યા કરશે. આટલા થી ડરી જવા ની જરૂર નથી. વિચારો, જ્યારે સાચે ને આવું કંઇક થશે ત્યારે શું થશે? આવું કહી ને પોતાની વાત ચાલુ રાખી હતી. મદનલાલ પાહવા નાસી ગયેલ. આ પ્રયાસ નિષ્ફળ જતાં ફરી વાર ગોડસે એન્ડ કંપની ની બેઠક મળી. ધ્યાન માં આવ્યું કે બૉમ થી અન્ય લોકો પણ મરી શકે, ઘાયલ થઈ શકે, આથી આ ભૂલ સુધારી લઈ ને આગળ ના હુમલા ની રૂપરેખા ઘડી. નાથુરામ નું નામ ફાઇનલ નહોતું. અન્ય લોકો પણ હતા, જે ઘા કરવા તૈયાર હતા. મદનલાલ પાહવા, નારાયણ આપ્ટે… પણ નાથુરામ ગોડસે એ ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નાં રોજ ગાંધી જ્યારે સાંજ ની પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે ભીડ ને ચીરી ને સૌ પ્રથમ ચરણ સ્પર્શ કર્યા, નમસ્તે કહ્યું, અને ત્રણ ગોળીઓ દાગી દીધી. એક છાતી માં અને બે પેટ માં. બૂમરાણ મચી ગઇ.ચિચીયારીઓ નાં અવાજ વચ્ચે લોકો ગાંધી તરફ દોડ્યા. ( હે રામ કહ્યું એ વિષે મતમતાંતર પ્રવર્તે છે. ) ત્યાર બાદ નજીક માં ઊભેલી પોલીસ સમક્ષ પૂર્ણ સ્વસ્થતા થી આત્મ સમર્પણ કરી દીધું.
ગાંધી સર્વાધિક લોકપ્રિય નેતા હતા. પાર્થિવ દેહ ને નજીક નાં હાઉસ માં લઇ જવા માં આવ્યો.ગાંધીજી એ ઘટના સ્થળે જ પ્રાણ ત્યજી દીધાં કે હાઉસ સુધી જીવિત હતા? એ બાબત પણ મતમતાંતર પ્રવર્તે છે.
હત્યા નાં સમાચાર સાંભળી ને ભારત માં હાહાકાર મચી ગયો હતો. અંતિમ યાત્રા માં લાખો લોકો જોડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ, માઉન્ટ બેટન સહિત એ સમય નાં તમામ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. હત્યા નાં દિવસે ગાંધીજી ની દિનચર્યા વિષે વાત કરીએ તો મળશ્કે સાડા ત્રણ વાગે ઉઠી ગયા હતા. પ્રાર્થના કરી હતી. કોંગ્રેસ ની નવી મળેલી જવાબદારી નાં ભાગ રૂપે બે કલાક સુધી તેમની ડેસ્ક પર કામ કર્યું હતું.આભા અને મનુ બહેને બનાવેલું લીંબુ પાણી , મધ નું ગરમ પીણું, મીઠા – લીંબુ નું પાણી બે કલાક દરમિયાન પીતા રહ્યા હતા. છ વાગે ફરી ઊંઘી ગયા હતા, આઠ વાગે ઉઠ્યા હતા. અખબારો પર નજર ફેરવ્યા બાદ અંગત અનુયાયી બ્રજકૃષ્ણ પાસે તેલ વડે માલીસ કરાવી હતી. સ્નાન કર્યા બાદ બકરી નું દૂધ પીધું હતું. બાફેલાં શાકભાજી, ટમેટાં, મૂળા ખાધા બાદ સંતરા નો જ્યુસ પીધો હતો. સાંજે પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા ત્યારે હત્યા થઈ.રુસ્તમજી સોરાબજી સહ પરિવાર મળવા આવ્યા હતા.જે ડર્બન નાં જુના સાથીદાર હતા. ત્યાર બાદ રોજ ની માફક ગાંધીજી દિલ્હી નાં મુસલમાન નેતાઓ ને મળવા ગયા હતા, જ્યાં વાતચીત કરી હતી, જેનો સાર હતો કે તમારી સંમતિ વગર હું વર્ધા નહીં જઈ શકું. વિશ્વાસુ સાથી સુધીર ઘોષ અને તેમના સચિવ પ્યારેલાલે જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ વચ્ચે નાં મતભેદ ને લઈ ને લંડન ટાઈમ્સ માં એક લેખ છપાયો હતો, એના પર પ્રતિક્રિયા માંગી હતી. ગાંધી એ કહ્યું હતું કે આ બાબતે પટેલ – સરદાર સાથે તેઓ વાત કરશે. સરદાર પટેલ ચાર વાગ્યે અને નહેરુ સાત વાગ્યે મળવા આવવા ના હતા. પટેલ તેમની દીકરી મણીબેન સાથે ચાર વાગ્યે મળવા આવ્યા હતા અને કલાક સુધી મંત્રણા કરતા રહ્યા હતા. વાતચીત દરમિયાન ગાંધીજી ચરખો ચલાવતા રહ્યા હતા. આભા બહેને સાંજ માં ભોજન માં બકરી નું દૂધ, કાચા ગાજર, બાફેલી શાકભાજી અને ત્રણ સંતરા નો આહાર પીરસ્યો હતો. સાંજ ની પ્રાર્થના માટે મોડું થાય એમ આભા બહેન નહોતાં ઈચ્છતાં, પણ પટેલ સાહેબ ને કેમ કરી ને કહેવું? બાપુ ને કહેવા ની પણ હિંમત ન ચાલી. આથી તેમણે ખિસ્સા ઘડિયાળ ઉપાડી, હલાવી ને મોડું થઈ રહ્યું છે, એવો સંકેત કર્યો હતો. મણી બહેને વચ્ચે પડી ને સમય નું ભાન કરાવ્યું હતું. પ્રાર્થના સભા માં જવા માટે નીકળ્યા ત્યારે પાંચ ને દશ થઈ હતી. ગાંધીજી એ તરત ચપલ પહેરી લીધાં અને ડાબો હાથ મનુ બેન નાં ખભે, જમણો હાથ મણી બેન નાં ખભે મુકી ને ચાલતા થયા હતા. રસ્તા માં આભા સાથે મજાક કરતાં કહ્યું હતું: ” આજે તે મને વણઝારાઓ નો ખોરાક ખાવા ને આપ્યો હતો..” આભા બોલ્યાં હતાં -” પણ બા તો ગાજર ને ઘોડાં નો ખોરાક કહે છે..”
ગાંધીજી બોલ્યા: ” મારી દરિયાદિલી જોઈ લે,કે જેની કોઈ પરવા નથી કરતું તેનો આનંદ પણ હું લઈ રહ્યો છું.”
આ સાંભળી આભા બેન ફરિયાદ નાં સુર માં થોડું હસતાં બોલ્યાં કે -” આજે તમારી ઘડિયાળ પણ વિચારતી હશે કે એની અવગણના કરવામાં આવી રહી છે..” ગાંધીજી એ પ્રત્યુતર આપ્યો હતો -” આ મારી ઘડિયાળ સામું શા માટે જોઉં? તારા કારણે મને દશ મિનિટ મોડું થયું..” આવી વાતો કરતા પ્રાર્થના સભા સ્થળે પહોંચ્યા હતા. નાથુરામ ગોડસે ગાંધી તરફ ઝૂક્યા ત્યારે સૌ ની સાથે આભા બેન ને પણ લાગ્યું કે પગે લાગવા ઝૂકે છે. અને હતું પણ એમજ. પણ ત્યાર બાદ ની ઘટના ની કોઈ ને કલ્પના નહોતી. આભા બેન ચિડાઈ ને મોડું થઇ ગયું હોવા નું કહેતાં હતાં. ભીડ માં નાથુરામ નો ધક્કો મનુબેન ને લાગ્યો હતો, જેથી મનુબેન નાં હાથ માં થી પુસ્તકો અને માળા પડી ગયાં હતાં. આ વસ્તુઓ ઉપાડવા મનુ બેન ઝૂક્યા ત્યારે ગોડસે એ ગોળીઓ ચલાવી હતી. પડતા ગાંધી જી ને સહારો આપવા મનુ બેને કંધો આપ્યો હતો.નાથુરામ ગોડસે , નારાયણ આપ્ટે, વિષ્ણુ કરકરે દિલ્હી રેલવે સ્ટેશન નાં વેઇટિંગ રૂમ માં હતા અને ત્યાં થી જ સીધા આવ્યા હતા.
૨૭ મે,૧૯૪૯ નાં મુકદમો ચલાવવામાં આવ્યો. ગોડસે નાં વકીલ ને મળવા આંબેડકર પણ આવ્યા હતા. ગોડસે નાં ભાઈ ને પણ આંબેડકર મળ્યા હતા. પણ નાથુરામે હત્યા સ્વીકારી લીધી હતી. ગાંધીજી નાં પુત્ર સાથે કોર્ટ માં મુલાકાત થઈ ત્યારે ખેદ વ્યક્ત કરતાં કહ્યું છે -” મને ક્ષમા કરશો, મારા કારણે તમે પિતા ની છત્રછાયા ગુમાવી.મારે તમારા પિતાજી સાથે કોઈ વ્યક્તિગત રંજીશ નહોતી.” પોતાનાં બચાવ માં ક્ષમા યાચના, માફી એવું કંઈ નહોતું કર્યું. પોતાની વાત રાખી હતી. જે બીજે દિવસે તમામ અખબારો માં હેડલાઇન બની ગઈ હતી. આથી નહેરુ અસહજ થઈ ગયા હતા. મૈને ગાંધી કો કયું મારા…? આ શબ્દ પ્રયોગ એ સમયે ખુબ ચગ્યો હતો. ગોડસે નાં અંતિમ કબૂલાત નામાં પર પાછળ થી નહેરુજી એ પ્રતિબંધ લાદ્યો હતો, જે બહુ મોડો હટાવવા મા આવ્યો. આજે તમામ પ્લેટફોર્મ પર આ ઉપલબ્ધ છે.
૮ નવેમ્બર,૧૯૪૯ નાં રોજ નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટે ને ફાંસી આપવામાં આવી, જ્યારે અન્ય છ ને આજીવન કારાવાસની સજા થઈ.
*અવતરણ*
ભારત – પાકિસ્તાન નાં ભાગલા પડી ગયા બાદ પણ મોહમ્મદ અલી ઝીણા ની ભુખ સંતોષાઈ નહોતી. ઝીણા એ ગાંધી, નહેરુ સાથે મળી ને ઓર એક વિભાજન પર કામ આદર્યું હતું, જે ૩ ફેબ્રુઆરી,૧૯૪૮ નાં શરૂઆત થવા ની હતી. યોજના કંઇક એવી હતી કે ઝીણા ની માંગ મુજબ ” પશ્ચિમી પાકિસ્તાન થી પૂર્વી પાકિસ્તાન જવા માટે બહુ સમય અને ખર્ચ લાગતો હતો. હવાઈ જહાજ થી જવાની દરેક ની હેસિયત નથી. તો અમને ભારત વચ્ચે થી એક કોરિડોર બનાવી આપવા માં આવે, જે લાહોર થી ઢાકા જતો હોય, રસ્તો દિલ્હી નાં પાસે થી જતો હોય, જેની ચોડાઈ કમસે કમ દશ માઈલ એટલે કે ૧૬ કિલોમીટર હોય, કોરિડોર ની બંને તરફ ૧૦ માઈલ માં માત્ર મુસ્લિમ વસ્તીઓ વસે..” ઝીણા ની જીદ્દ સામે ગાંધી – નહેરુ ઝુકી ગયા હતા. અને આ પ્રકલ્પ તૈયાર થવા નો હતો. એવા માં ગોડસે એ ગાંધી ની હત્યા કરતાં આખો પ્રોજેક્ટ ટલ્લે ચઢી ગયો.