રશિયામાં ભણતો એક વિદ્યાર્થી કહે છે :રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ છે.જો કોઈ વિદ્યાર્થી કોઈ પ્રશ્નનો બરોબર જવાબ ન આપે, તેની પરીક્ષાનું પેપર કોરું પાછું આપે તો પણ તેને 5 માંથી 2 ગ્રેડ મળે છે.
મોસ્કોની યુનિવર્સિટીના મારા શરૂઆતના દિવસોમાં હું આ પદ્ધતિ વિશે જાણતો ન હતો એટલે મને આશ્ચર્ય થયું. મેં ડૉ. થિયોડોર મેદ્રેવને પૂછ્યું : “શું આ વાજબી કહેવાય કે વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપે અને તમે તેને 5 માંથી 2 આપો ? તેને શૂન્ય કેમ નથી આપતા ? શું શૂન્ય આપવું તે યોગ્ય રીત ન કહેવાય ?”
એણે જવાબ આપ્યો :
“આપણે કોઈ વ્યક્તિને શૂન્ય કેવી રીતે આપી શકીએ? જે કોઈ વ્યક્તિ રોજ સવારે સાત વાગ્યે ઊઠીને બધાં લેકચરોમાં હાજરી આપવા આવતી હોય તેને આપણે કેવી રીતે શૂન્ય આપી શકીએ ?
આપણે તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ કે જે આ ઠંડીની મોસમમાં ઉઠી ને, અને જાહેર પરિવહનનો ઉપયોગ કરીને સમયસર પરીક્ષા આપવા પહોંચી ગયો હોય અને પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કર્યો હોય ?
તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ જેણે રાતોના ઉજાગરા કરી અભ્યાસ કર્યો હોય અને ભણવા માટે પેન નોટબુક તથા કોમ્પ્યુટર પાછળ પૈસા ખર્ચ્યા હોય ?
બેટા અહીં અમે કોઈ વિદ્યાર્થીને ફક્ત તેને જવાબોની ખબર નથી એટલે શૂન્ય નથી આપતા, અમે ઓછામાં ઓછું એ હકીકતને માન આપવાનો પ્રયાસ કરીએ છીએ કે તે એક માનવી છે, તેની પાસે મગજ છે, અને તેણે પ્રયાસ કર્યો. અમે જે રીઝલ્ટ આપીએ છીએ, તે ફક્ત પરીક્ષાના પેપરના પ્રશ્નો માટે જ નથી, તે એ હકીકતની પ્રશંસા અને આદર દર્શાવવા વિશે પણ છે કે અંતે તો તે એક માનવ છે અને ગુણ મેળવવાને પાત્ર છે. “
ડો. થિયોડોર મેદ્રેવનો આ જવાબ સાંભળી તેની શી પ્રતિક્રિયા આપવી તે મને સૂઝ્યું નહિં. બસ મારી આંખો આંસુ થી છલકાઈ ગઈ.
ત્યારે મને માનવીનું અને માનવતાનું મૂલ્ય સમજાયું.
શૂન્ય ગુણ ખરેખર તો વિદ્યાર્થીઓના મોટિવેશનને ઘટાડી શકે છે. વિદ્યાર્થીને ખતમ પણ કરી શકે છે.
વિદ્યાર્થી તેના અભ્યાસમાં રસ અને કાળજી લેવાનું બંધ કરી શકે છે. એકવાર ગ્રેડ બુકમાં શૂન્ય ગુણ આવ્યા પછી, વિદ્યાર્થી હતાશ થઈને એવું માની શકે કે તે પોતાના વિશે તે કંઇ કરી શકે તેમ નથી !!
મા-બાપ, શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકો માટે આ અગત્યનો સંદેશ છે.
.
*For news updates please join.*
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/J7DOHagWiYH3RaMc0tvra9