અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફૈઝાબાદમાં આજે સવારે 6.47 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા તુર્કી-સીરિયામાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં 30000થી વધુના મોત થયા છે.
