
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલ ઓલ ઈન્ડીયા કોલેજ પ્રિન્સીપાલ્સ એશોશીએશનના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે. તાજેતરમાં ગોવા મુકામે યોજાયેલ એશોશીએશનના સિલ્વર જ્યુબીલી સેલીબ્રેશન અનુસંધાનમાં નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જીએલએસ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ સુધીર નાણાવટી, ગોવા શિક્ષણ વિભાગના સચીવ પ્રસાદ લોલાયેકર, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત તથા જાણીતા શિક્ષણશાસ્ત્રીઓની ઉપસ્થિતીમાં નેશનલ એજ્યુકેશન પોલીસી ઉપર સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં નેશનલ એજ્યુકેશન પોલીસી ઉપર ૧૦૦થી વધુ રીસર્ચ પેપર્સ વિવિધ રાજ્યોના આચાર્યોએ રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય લેવલના પ્રિન્સીપલ્સ એશોશીએશનના લગભગ ૧૦૦૦ સભ્યો ધરાવતી સંસ્થાના વિવિધ હોદ્દેદારો નક્કી કરવાની ચૂંટણી યોજવામાં આવી હતી. શહેરની એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે ૨૦૨૩ થી ૨૦૨૬ એમ ત્રણ વર્ષ માટે અખીલ ભારતીય કોલેજ આચાર્ય મહામંડળના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.