આંખો અમ સંગ લડાવી બેઠાં એ
પાંખો ખુદની જ કપાવી બેઠાં એ
ઉલઝનો અપાર અંદરની દુર કરી
અંતે આજ વેલેન્ટાઇન મનાવી બેઠાં એ

દિવસ તો રોજીંદો પણ ઉત્સાહ વધારે
દિલ પંચમ સુરમાં જ છડીઓ પોકારે
તાજા ગુલાબ ચૂંટી કાંટાને સતાવી બેઠાં એ
અંતે આજ વેલેન્ટાઇન મનાવી બેઠાં એ
લાલ બધાં ફૂલો ને લાલ રંગના તકિયા
લાલ રંગના ટેડી પર લાલ લાલ બખિયા
શરમના રંગ વચ્ચે આંખો નચાવી બેઠાં એ
અંતે આજ વેલેન્ટાઇન મનાવી બેઠાં એ
ફૂલને ફૂલ અડે એમ હોઠને હોઠ સ્પર્શ્યાં
લાગણીના મેઘ આજે મન મુકીને વરસ્યાં
આગોશમાં આવી કેવી ધૂમ મચાવી બેઠાં એ
અંતે આજ વેલેન્ટાઇન મનાવી બેઠા એ.
પુજન મજમુદાર