પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારની રામેશ્વર – ગેલેક્ષી સ્કૂલના વિદ્યાર્થીઓ ધ્વારા શાળાના પ્રાંગણમાં માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો …

વિદ્યાર્થીઓએ માતાપિતાના ચરણકમળને ધોઈને કંકુ , અક્ષત , પુષ્પથી પૂજા કરીને આશીર્વાદ મેળવ્યા તથા એકબીજાનું મોં મીઠું કરાવ્યું . શાળાના આચાર્યશ્રી ડો. હેમંત પંડ્યાએ જણાવ્યું કે “ જે વિદ્યાર્થીઓ નિયમિત માતાપિતાને પગે લાગે છે એમણે જીવનભર કોઈના પગ પકડવા પડતા નથી. “ ……