ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓએ મુંબઈની ઠાકુર કોલેજમાં યોજાયેલ નેશનલ કલ્ચરલ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ ઇવેન્ટ્સ મોડેલીંગ, ગ્રૂપ ડાન્સ, બી ધ રોડીઝ, ટ્રેઝર હન્ટ, પબ્જી ચેર્સ, ગરબા તથા ચેસમાં વિજેતા થયા હતા. ઓવરઓલ વિજેતા થવાથી એચ.એ.કોલેજને બેસ્ટ એસ્પાયરીંગ કોલેજનો એવોર્ડ મળ્યો હતો. આ કોમ્પીટીશનમાં એચ.એ. કોલેજ તથા જીએલએસ યુનિવર્સિટીના બીબીએ વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીર નાણાવટી, પ્રિન્સીપાલ શેફાલી દાણી તથા પ્રિન્સીપાલ સંજય વકીલે શુભેચ્છાઓ આપી હતી. રાષ્ટ્રીય કક્ષાની આ કોમ્પીટીશનમાં વિદ્યાર્થીઓની ક્રિએટીવીટી, પ્રેઝન્સ ઓફ માઈન્ડ, સાંપ્રત ઇસ્યુઝની માહિતી વિગેરે બાબતો ઉપર થીમ નક્કી થઇ હતી.
