તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩

ધોરાજી એસ.ટી. ડેપોને એસ.ટી. નિગમ દ્વારા નવી ટુ બાય ટુ લકઝરી બસ ફાળવવામાં આવતા નવી આ બસનો લોકાર્પણ કાર્યક્રમ ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના અગ્રણી વિનુભાઈ માથુકીયા, ધોરાજી ડેપોના ડેપો મેનેજર પી.એલ.ડાંગર, ટી.આઈ. યુવરાજસિંહ બી. જાડેજા, એ.ટી.આઈ. હરદેવસિંહ એ. વાઘેલા, ટી.સી. મયુરભાઈ આર. ધોળકીયા, પ્રકાશભાઈ બી. ગાલોરીયા તેમજ સ્ટાફ ગણ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. વિનુભાઈ માથુકીયા દ્વારા બસને લીલીઝંડી આપવામાં આવેલ અને ડ્રાઈવર જયેશભાઈ સોનરાત દ્વારા બસને ચલાવવામાં આવી આવેલ સદર બસને સવારે પ:૦૦ કલાકે ધોરાજીથી અમદાવાદ અને ૧:૦૦ વાગે અમદાવાદથી ધોરાજી સંચાલન કરવામાં આવશે. જેની જાહેર જનતાએ સર્વિસનો બહોળો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.