ઉનાળાની હજુ વિધિવત શઆત પણ નથી થઈ ત્યાં ફેબ્રુઆરી માસમાં જ કાળઝાળ ગરમી શ થઈ ગઈ છે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો બપોરે ૨–૩૦ વાગ્યે ૩૮ ડિગ્રી એ પહોંચી ગયો હતો અને સાંજ સુધીમાં ૪૦ ડિગ્રી તાપમાન લગોલગ તાપમાન પહોંચી ગયું હતું.

ગઈકાલે બપોરે ૦૨:૩૦ વાગ્યે મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી નોંધાયું હતું અને દિવસના અંતે ૩૭.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. યારે આજે બપોરે ૨–૩૦ વાગે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી એ પહોંચી ગયું છે અને સાંજ સુધી માટે ૪૦ ડીગ્રી લગોલગ પહોંચી જતા આકરા તાપ શરું થઈ ગયા છે.
શિયાળાએ હજુ વિધિવત રીતે વિદાય લીધી નથી પરંતુ ઉનાળાએ જાણે એન્ટ્રી કરી દીધી હોય તેમ રાયભરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૫ થી ૩૭ ડિગ્રી વચ્ચે પહોંચી ગયો છે.
રાજયના અન્ય શહેરોના મહત્તમ તાપમાન ની વાત કરીએ તો મહત્પવામાં ૩૬.૬ કેશોદમાં ૩૬.૪ ડીસામાં ૩૬.૬ સુરતમાં ૩૬.૨ પોરબંદરમાં ૩૫.૫ અમરેલીમાં ૩૫.૬ અમદાવાદમાં ૩૫.૯ ગાંધીનગરમાં ૩૫.૪ વલ્લભ વિધાનગરમાં ૩૫.૧ અને વડોદરામાં ૩૫.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી લઘુતમ તાપમાનનો પારો પણ ઉચકાશે અને આગામી ત્રણ દિવસ દરમિયાન તેમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે. અત્યારે સવારે ગરમીમાં રાહત મળે છે પરંતુ હવે તે પણ બધં થઈ જશે. વાતાવરણમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો આજે રાજકોટમાં ૭૭ દ્રારકામાં ૮૩ ભુજમાં ૫૫ વેરાવળમાં ૪૦ અમદાવાદમાં ૭૮ વડોદરામાં ૫૮ સુરતમાં ૬૭ અને ડીસામાં ૬૨% ભેજ સવારે નોંધાયો છે. પવનની ગતિ પ્રતિ કલાકના સરેરાશ ૮ થી ૧૦ કિલોમીટર વચ્ચે રહેવા પામી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં હીમવર્ષા ચાલુ છે અને આજે રાત્રે વધુ એક નવું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હિમાલયન રીજીયનને ટકરાશે અને તેના કારણે બરફ વર્ષા ચાલુ રહેશે.