
સહર્ષ જણાવવાનું કે અમારી સુપુત્રી
અ.સૌ. ખુશ્બુ નાં લગ્ન ચિં. હરીશ સાથે ૧૨ મી ફેબ્રુઆરીએ રવિવારે સંપન્ન થયાં છે.
આ પ્રસંગે બહારગામ થી તેમજ પરદેશ થી
સગાંવહાલાંઓ નું આગમન થયું હતું.
પરિવાર નાં બધાં સભ્યો આવ્યાં હતાં.
શહેર નાં ગણમાન્ય લોકો
પધાર્યા હતાં.
લગ્ન વિવાહ ની જેમ દ્રાવિડ શૈલી થી થયાં હતાં.
આપણાં ગુજરાતીઓ માં જેમ હસ્ત મેળાપ નું મહત્વ છે એમ અહીંયા
દક્ષિણ માં વરકન્યા નાં મસ્તક પર જીરું અને ગોળ લગાવે પછી ગોરબાપા ની સૂચના થી વરકન્યા એક બીજા નાં મસ્તક ઉપર હાથ રાખે.
લગ્ન પ્રસંગે ઉપસ્થિત સગાં અને સ્નેહીઓ
વરકન્યા પર ચોખાનો અભિષેક કરે.
૧૧ મી ફેબ્રુઆરીએ સંગીત સંધ્યા માં
ગાયન વાદન નર્તન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.
એમાં સૌએ પોતાની આગવી ઓળખ બતાવી હતી. એમા બે નાની બાળકીઓ એ અદ્ભૂત રીતે
પોતાનું નૃત્ય કૌશલ્ય બતાવ્યું હતું.૧૪ મી ફેબ્રુઆરીએ રીસેપ્સન હતું.
એમાં પણ વરપક્ષ વાળા ની નાની બાળાઓ નૃત્ય કર્યું હતું.
આ પ્રસંગે અમને
સાથ સહકાર આપી અમારો પ્રસંગ શોભાયમાન કર્યો, અમારાં પ્રસંગ માં ઉપસ્થિત રહેલાં સર્વે નો અમે જાહેર માં આભાર માનીએ છીએ.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ.