સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆર અનુસાર, મનીષ સિસોદિયા વિરુદ્ધ લાંચ અને ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મનીષ સિસોદિયા સામે જાહેર સેવકો પાસેથી લાંચ લેવા, ગુનાહિત કાવતરું રચવા અને લેખોને ખોટા કરવાનો કેસ નોંધ્યો છે.

મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 લગાવવામાં આવી છે. આ કલમ હેઠલ તે દોષી સાબિત થાય તો ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
આ સિવાય મનીષ સિસોદિયા પર IPCની કલમ 120 B એટલે કે ગુનાહિત ષડયંત્રનો પણ આરોપ લગાવાયો છે. આ કલમ હેઠળ 6 મહિનાની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ સિવાય એકાઉન્ટ સાથે ચેડા કરવા બદલ IPCની કલમ 477 A લગાવાઈ છે. આ કલમ હેઠળ 7 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.