જાણવા મળ્યા મુજબ ગાયોના વાડા થી રાધાકુંડ સુધીના માર્ગ ઉપર ફક્ત ને ફક્ત 20 રૂપિયાની લાઈટો શોભાના ગાંઠીયા સમાન બની છે!.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોરમાં ફાગણમહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમો ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે ત્યારે એ સ્થળ ઉપર રોશની થી ઝગમગાટ કરવામાં આવે છે. જ્યારે પગપાળા ચાલતા આવતા યાત્રીકો માટે માત્ર ને માત્ર ફક્ત 20 રૂપિયાની એલ.ઇ.ડી.લાઇટ લગાવીને સંબંધિત તંત્ર સંતોષ માને છે.! જાણવા મળ્યા મુજબ રાત્રિના સમયે પગપાળા ચાલતા આવતા યાત્રાળુઓને પગમાં કાંટા વાગવાનો તેમજ ઠોક્કર વાગવાની પણ ઘટનાઓ બની છે !
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણહોત્સવ યાત્રાળુ વિકાસ બોર્ડ દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ખેડા નડિયાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ ફાળવવામાં આવે છે તે માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહ્યો છે !
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રા કરીને આવનાર ભક્તો તેમજ તમામ શ્રદ્ધાળુઓ માટે કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ના થાય તે માટે અવાર નવાર મીટીંગો કરવામાં આવી છે છતાં સંબંધીત તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી છે ફક્ત ને ફક્ત 20 રૂપિયા ની એલઇડી લાઇટ લગાવવામાં આવી છે એ કેમેરામાં કેદ થઈ છે ! તંત્ર વહેલી તકે જાગે અને આ રોડ ઉપર મોટી હેલોજન લાઇટ લગાવવામાં આવે તેવી આવનાર યાત્રાળુઓની માંગણી છે.