સાંદિપની વિદ્યાનિકેતન – પોરબંદર મુકામે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ‘સંસ્કૃતિ ચિંતન’
શીર્ષકાંતર્ગત દ્વી દિવસીય જ્ઞાનગોષ્ઠીના એક સત્રમાં “લોકસાહિત્યમાં સંસ્કૃતિબોધ” વિષયે વક્તવ્ય આપવાનું બન્યું. બીજા વક્તા શ્રી વસંતભાઈ ગઢવી હતા. મનોજ રાવલ, અજયસિંહ, પ્રશાંત, સંજુ વાળા, અમૃત ગંગર આદિ ખૂબ મિત્રો મળ્યા. જ્ઞાનવૃદ્ધ સારસ્વત શ્રી નરોત્તમ પલાણનુ સન્માન થયું.. ભાગ્યેશભાઈ જહાનું દ્રષ્ટિપૂત આયોજન અને ઋષિકુમારોની સૂચારુ વ્યવસ્થા સ્પર્શી ગઈ. ધન્યવાદ. આનંદ. આ સમયની કેટલીક તસ્વીરો.
