
ધુળેટીનો મેળો આશરે ૩૦૦ વર્ષથી પરંપરાગત રીતે ઉજવાય છે … આ વર્ષે પણ દર વર્ષની જેમ હૈયે હૈયું દળાય એટલી જનમેદની ઊમટી પડી હતી. મેળાના સ્વયંસેવકો , ગામના આગેવાનો, ફરજ પર હાજર રહેલા પોલીસ જવાનો – અધિકારીઓ , નિકોલ વોર્ડના કોર્પોરેટરો વગેરેના ટીમવર્કને કારણે મેળાનું આયોજન દર વર્ષની જેમ ભવ્ય અને સફળ રહ્યું . ગામમાં આવેલા જૂના ખોડિયાર મંદિરથી શરુ થતા મેળાના મુખ્ય આકર્ષણોમાં …. (૧) અખાડો (૨) ઓડારાસ (૨) શણગારેલા નિશાન – ઝંડા (૩) વણજારા (૪) ખોડિયાર મા (૫) ચામુંડા મા (૬) વણજારી મા (૭) રામ-લક્ષ્મણ-હનુમાન- રાધાકૃષ્ણ સહિત વિવિધ ધાર્મિક-સામાજિક-ઐતિહાસિક પાત્રો (૮) ભજનમંડળી અને રાસમંડળી (૯) રાત્રે ગામના ચોકમાં અને ખોડિયાર મંદિરે થતા નાટકના પ્રયોગો (૧૦) સવારે ગામમાં નીકળતી ઘેરૈયાઓની ટોળી (૧૧) ધુળેટીની પૂર્વ સંધ્યાએ રમાતા બાંધણા અને વિવિધ વેશભૂષાના ખેલ વગેરે … જોવાલાયક-માણવાલાયક હોય છે …. મેળામાં આશરે પચાસ હજારથી વધુ લોકો આવે છે ….