જૂનાગઢમાં ઉષા બ્રેકો સંચાલિત રોપ-વેમાં ક્રિકેટની મેચને લઈને અનોખી યોજના લાગુ કરાઈ છે.

જો ગુજરાત ટાઇટન્સની ટીમ IPL-2022નું ટાઇટલ જીતે તો સ્ટેડિયમમાં બેસી મેચ જોનાર વ્યક્તિ મેચની ટિકીટ બતાવશે તો રોપ-વેમાં ફ્રી સવારી માણી શકશે.
ગિરનાર રોપ-વે દ્વારા આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જે મહિના માટે લાગુ રહેશે. એટલે કે સ્ટેડિયમના ટિકીટ ધારક 1 મહિનાની અંદર આ ટિકીટ બતાવી ફ્રીમાં રોપ-વેની સફર માણી શકશે.