મેડિકલ ચેક-અપ અને સ્ક્રિનિંગ બસ એક્સ-રે, સોનોગ્રાફી, એક્સપ્રેસ ટીએમટી અને ઇસીજી માટે આધુનિક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઉપકરણોની સાથે-સાથે લોહીની તપાસના ઉપકરણો અને પરામર્શની સુવિધાઓ ધરાવે છે
હેલ્થ ચેક ઓન વ્હીલ્સનો ઉદ્દેશ્ય સામાન્ય વ્યક્તિના ઘરઆંગણા સુધી સંપૂર્ણ હેલ્થ ચેક-અપની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે
અપોલો હોસ્પિટલ્સ એક્સ-રે, સોનોગ્રાફી, ટીએમટી, ઇસીજી, પીએફટી ઉપકરણોથી સજ્જ સંપૂર્ણ મોબાઇલ ટેસ્ટિંગ સુવિધા લોંચ કરનાર ગુજરાતમાં પ્રથમ હોસ્પિટલ ચેઇન બની

અમદાવાદ, 10 માર્ચ, 2023: નોન-કમ્યુનિકેબલ ડિસિઝ (એનસીડી)ના કેસમાં સ્થિર વૃદ્ધિનો પ્રભાવી રીતે સામનો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદે શુક્રવારે શહેરમાં ‘હેલ્થ ચેક ઓન વ્હીલ્સ’ લોંચ કર્યું હતું. આ નવીન પહેલના ભાગરૂપે અપોલો હોસ્પિટલ્સે સામાન્ય જનતાને ઘરઆંગણે સંપૂર્ણ હેલ્થ ચેક-અપ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે એક સુસજ્જ અને અત્યાધુનિક ટેસ્ટિંગ બસનું અનાવરણ કર્યું છે.
આ મેડિકલ ચેક-અપ અને સ્ક્રિનિંગ બસ આધુનિક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઉપકરણો જેમકે એક્સ-રે, સોનોગ્રાફી, એક્સપ્રેસ ટીએમટી (ટ્રેડ મીલ સ્ટ્રેસ ટેસ્ટ), ઇસીજી (ઇકોકાર્ડિયોગ્રામ), પીએફટી (પલ્મોનરી ફંક્શન ટેસ્ટ)ની સાથે-સાથે લોહીનું પરિક્ષણ કરતાં ઉપકરણો અને પરામર્શની સુવિધાઓથી સજ્જ છે. અપોલો હોસ્પિટલ્સ એક્સ-રે, સોનોગ્રાફી, ટીએમટી, ઇસીજી, પીએફટી ઉપકરણો જેવી ઓનબોર્ડ સુવિધાઓ સાથે સંપૂર્ણ હેલ્થ ચેક-અપ લોંચ કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ ચેઇન બની છે. અમદાવાદમાં રજૂ કરાયેલી ટેસ્ટિંગ બસ અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપની અંદર ડિઝાઇન અને વિકસિત આ પ્રકારની પ્રથમ ટેસ્ટિંગ સુવિધા પણ છે.
ઘણીવાર ખૂબજ વ્યસ્ત અને અવ્યવસ્થિત જીવનશૈલીને કારણે વ્યક્તિ તેમના આરોગ્ય પ્રત્યે નિષ્કાળજી રાખે છે, જેના પરિણામે હ્રદયની બિમારી, સ્ટ્રોક, કેન્સર, ક્રોનિક રેસ્પિરેટરી ડિસિઝ અને ડાયાબિટિસ જેવાં એનસીડીની સમસ્યા સર્જાય છે. એનસીડીને રોકવા અને નિયંત્રણમાં રાખવા તેનું વહેલું નિદાન ખૂબજ જરૂરી છે, જે વર્તમાન હેલ્થકેર સિસ્ટમ ઉપર જબરદસ્ત ભારણ પેદા કરે છે. અપોલો હોસ્પિટલ્સની હેલ્થ ચેક-અપ બસ શરૂઆતી તબક્કામાં જ ક્રોનિક બિમારીઓનું નિદાન કરવાનો અને ચેતવણી આપતાં સંકેતોની ઓળખ કરવાનો એક પ્રયાસ છે, જેથી એનસીડીને પ્રભાવી રીતે પહેલેથી જ નિયંત્રણમાં લઇને અસરકારક રીતે તેને મેનેજર કરી શકાય.
લાંબાગાળાની બિમારીઓ તરીકે પરિભાષિત એનસીડી જાહેર આરોગ્ય ક્ષેત્રે એક મોટો પડકાર છે કારણકે તે તીવ્ર શારીરિક પીડાની સાથે-સાથે વ્યક્તિ અને સમગ્ર દેશના સામાજિક-આર્થિક વિકાસ ઉપર પણ નોંધપાત્ર અસર ધરાવે છે.
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના પ્રિવેન્ટિવ હેલ્થના સીઇઓ ડો. સત્યા શ્રીરામે કહ્યું હતું કે, “કોવિડ-19 મહામારીને કારણે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ સંબંધિત જાગૃકતામાં નોંધપાત્ર વધારો થયો છે. બિમારીઓ અને તેની અસરોથી બચવા નિયમિત હેલ્થ ચેક-અપ્સની મહત્વતાને લોકોએ સમજી છે. જોકે, જાગૃકતા વધી હોવા છતાં વર્કિંગ પ્રોફેશ્નલ અને તેમના પરિવારજનો પાસે પૂરતાં સમયનો અભાવ તથા બીજા કારણોસર નિયમિત હેલ્થ ચેક-અપ માટે જવું મૂશ્કેલ રહે છે. મારું માનવું છે કે લોકોના ઘર સુધી હેલ્થ ચેક-અપની સુવિધા લઇ જવાની અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદની આ વિશિષ્ટ પહેલ લાંબાગાળે સમસ્યાના ઉકેલમાં તથા નાગરિકોને તેમની અનુકૂળતા મૂજબ નિયમિત હેલ્થ ચેકઅપની એક્સેસ પૂરી પાડશે.”
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીઓઓ નીરજ લાલે કહ્યું હતું કે, “એનસીડીના વધતા જોખમોને અંકુશમાં લેવા સખત પ્રયાસો કરાઇ રહ્યાં છે. પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપમાં અગ્રેસર હોવા તરીકે અપોલો હોસ્પિટલ્સ દરેક ભારતીય પરિવારના ઘરઆંગણા સુધી સંપૂર્ણ હેલ્થ ચેક-અપ લઇ જઇને આરોગ્ય તપાસની પહોંચ વિસ્તારવા માટે કટીબદ્ધ છે. વહેલું નિદાન નોન-કમ્યુનિકેબલ બિમારીઓને રોકવા અને નિયંત્રણમાં રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે ‘હેલ્થ ચેક ઓન વ્હીલ’ પહેલ આ દિશામાં એક નક્કર પગલું છે.”
એનસીડીના વિશાળ પડકારનો સામનો કરવો અને તેનો ઉકેલ લાવવાની તાત્કાલિક જરૂર છે, જે ભારતના સામાજિક અને આર્થિક માળખા ઉપર નોંધપાત્ર ભારણ પેદા કરે છે. તાજેતરના અંદાજ મૂજબ ભારતમાં એનસીડીને કારણે થતાં મૃત્યુ વર્ષ 1990થી2019 દરમિયાન 36 ટકાથી વધીને 65 ટકા થયાં છે તેમજ એનસીડી અને માનસિક આરોગ્યની સ્થિતિને પરિણામે ભારતને વર્ષ 2030 સુધીમાં 4.58 અબજ ડોલરનું નુકશાન થશે.