દેશમાં હાલમાં H3N2 અને એડેનોવાયરસ એક્ટિવ છે જેને કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બાળકોમાં એડેનોવાયરસ સામાન્ય રીતે શ્વસન અને આંતરડાના માર્ગના ચેપનું કારણ બને છે. ડોક્ટરોએ જણાવ્યું કે, 0-2 વર્ષની વય જૂથના બાળકોમાં સંક્રમણનું સૌથી વધુ જોખમ રહે છે. સંત ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં આ વાયરસનો ચેપ લાગવાનું જોખમ ઓછું હોય છે.
