મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઈ આવતીકાલે અંબાજી બંધનું એલાન કરવામાં આવ્યું છે. અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આવતીકાલે અંબાજીમાં તમામ વેપારીઓ ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખશે. તેમજ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા માટે બંધ પાડી વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે, અંબાજી મંદિરમાં છેલ્લા એક અઠવાડિયાથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે.
