ગુજરાતીઓ ખાસ ધ્યાન આપે! ગુજરાતમાં વાયરલ ફીવરના વધતા કેસોને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ફ્લૂ ત્રણ પ્રકારનો હોય છે. એક 7 દિવસમાં મટી જતો હોય છે. બીજા પ્રકારમાં ગળામાં દુઃખાવો થાય છે તે બહુ ચિંતાનો વિષય નથી. ત્રીજામાં વાયરલ છે જે ફેફસામાં પહોંચે છે. સરકાર આ બધા માટે ચિંતિત છે. બધે દવા પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આજની તારીખ સુધી 80 કેસ મળ્યા છે.
