
*જો ધર્મપ્રેમી જનતા ની માગણી ને ન્યાય નહિ મળે તો દસ્કોઈ માથી ભૂદેવ તેમજ અન્ય જ્ઞાતીઓ ના લોકો દ્વારા અંબાજી સુધી રેલી કાઠી અંબાજી ના વહીવટદાર ને આવેદનપત્ર આપશે
આ સવાલ સગવડતાનો નથી. સવાલ છે પરંપરા અને એ પરંપરા સાથે જોડાયેલ શ્રદ્ધાનો.
દરેક ધર્મ સ્થાનની એક વિશેષતા હોઈ છે અને એ વિશેષતા સાથે લોકોની લાગણી અને શ્રદ્ધા જોડાયેલા હોઈ છે.
જેમ કે મહુડીઅનેસુખડી.અંબાજીની વિશેષતા એની પરંપરા એની શ્રદ્ધા એ મોહનથાળ છે. એમાં ફેરફાર કરવો એટલે લોકોની આસ્થા સાથે ફેરફાર કરવો ગણાય.
એક દલીલ એવી કરવામાં આવે છે કે મોહનથાળને બદલે ચીક્કી બનાવવામાં અને સાચવવામાં સગવડતા રહે છે….આ નર્યું જુઠ્ઠાણું છે…મોહનથાળ છ થી આઠ દિવસ સુધી બગડતો નથી. ફ્રીજમાં મહીના સુધી..( દરેકના ત્યાં ફ્રીજ સહજ છે).
*આમ તો કોઈપણ પ્રસાદ વધુ ને વધુ લોકો ને વહેચાય છે.. વધારાતો જ નથી તો સાચવવાનો મુદ્દો જ રહેતો નથી.?*
એક ઉદાહરણ જોઇએ દરેક હિન્દુના ઘરમાં વર્ષે દહાડે માતાજીના નૈવેદ્ય ધરાવાતા હશે આ નૈવેદ્ય જે તે કુટુંબ અને કુળની પરંપરા મુજબ બનતા હશે. કાલે સવારે કોઈ વ્યક્તિ એવું કહે કે આ નૈવેદ્ય બનાવવામાં સગવડતા નથી પડતી આના બદલે પિત્ઝાના નૈવેદ્ય ધરાવો તો ચાલશે? નહિ ચાલેને ?? કારણ એ તમારી કુટુંબની પરંપરા, આસ્થા સાથે જોડાયેલ છે. *તો એક આખાય સમૂહની પરંપરા, આસ્થા જોડે રમત શા માટે?*
હિન્દુ વારંવાર વોટ આપે એજ એનો ગુનો…??
આજે સગવાડતાને નામે એક પરંપરામા ફેરફાર કર્યો છે. કાલે તો કોઈ એમ કહેશે કે આવા શિખર બદ્ધ મંદિર બાંધવામાં સગવડતા નથી પડતી તો સ્લેબ વાળા મંદિર બનાવો. મંદિરની ડિઝાઇન બદલાવો. મૂર્તિની ડિઝાઇન બદલાવો તો ચાલશે?
મોહનથળને સાચવવાના તકલીફ પડતી હોય તો એનું પેકેજીંગ બદલવાનું હોય…..
*પ્રસાદ કરિયાણું નથી કે મહીનો*
*સાચવવાનો હોય!!*
બુધ્ધિ હીન- વાહીયાત મુદ્દો ઊઠાવી મોહનથાળના બદલામા ચિક્કીનો ધંધો લાવવનો??
છેલ્લી વાત પ્રસાદ મફતમાં નથી
આપતા તો તમારા ધંધામા મોહનથાળનો વિકલ્પ આપો..??
*તમે તો હિન્દુ સરકાર છો..???*
વિષ્નું રાવલ (પત્રકાર)પ્રમુખ દસ્કોઈ બ્રહ્મસમાજ