ગુજરાતમાં ફરી કોરોનાં કેસમાં વધારો થયો છે. શનિવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા છે. સામે 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 181 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 501 લોકોનું રસીકરણ થયું છે. સૌથી વધુ અમદાવાદમાં 32, રાજકોટમાં 6, સુરતમાં 4, ભાવનગરમાં 3 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 2, ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1. સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કેસ છે.
