દિગ્ગજ એક્ટ્રેસની માતાનું નિધન બોલીવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત હાલ દુઃખના સમયમાંથી પસાર થઈ રહી છે. માધુરી દીક્ષિતની માતા શ્રીમતી સ્નેહલતા દીક્ષિતનું 91 વર્ષની વયે નિધન થઇ ગયું છે. એક્ટ્રેસની માતાએ તેમના ઘરે આજે સવારે 8:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. માતાના નિધનથી એક્ટ્રેસ શોકમાં છે. સ્નેહલતાના અંતિમ સંસ્કાર બપોરે 3:40 વાગ્યે વર્લીમાં થશે. એક્ટ્રેસની માતાના નિધનનું કારણ હજી સુધી સામે આવ્યું નથી.
