તા. ૧૨ માર્ચ ૨૦૨૩

ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલમાં સ્યુસાઇડ નોટ લખી ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. દિવ્યા ડોડીયાએ ગત મોડી રાત્રે હોસ્ટેલના રૂમ નંબર ૩૦૮માં પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે ૧૨ વાગ્યા પછી આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. દિવ્યાનો પરિવાર કુતિયાણાનો વતની છે. તેણી અહીં રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતી અને અહીંની હોસ્ટેલમાં જ રહેતી હતી. બનાવના પગલે ધોરાજી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. દિવ્યાના પિતા રમેશભાઈ BSFના જવાન રહી ચૂક્યા છે. તેઓ પણ રાતે જ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. રૂમમાંથી દિવ્યાએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પિતા ખૂબ ગુસ્સે થતા હોય પિતાએ ક્યારેય પોતાને દીકરી ગણી ન હોય તેવા શબ્દો સ્યુસાઈડ નોટમાં લખ્યા છે. ઉપરાંત એવું પણ જાણવા મળે છે કે, દિવ્યાએ અંતિમ પગલું ભરતા પહેલા અર્ધો કલાક ફોન પર પરિવારના સભ્યો સાથે વાત કરી હતી.
હાલ, ધોરાજી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
■ સ્યુસાઈડ નોટ શબ્દશઃ
“પપ્પા, મારા મરવાનું એક જ કારણ છો અને એ છો તમે તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ છે. જેણે મને મા-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. SORRY DADI”
“I HATE YOU PAPA,
માં જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હૈશ. માં મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. માં મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક-એક આંસુનો હું બદલો લઈશ.”