ભારતીય પુરૂષ હોકી ટીમે શનિવારે જકાર્તામાં એશિયા કપના સુપર-4 સ્ટેઝની તેની શરૂઆતની મેચમાં જાપાનને 2-1થી હરાવ્યું હતું. બિરેન્દ્ર લાકડાની આગેવાની હેઠળની ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં જ લીડ મેળવી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અગાઉ ટુર્નામેન્ટમાં હતું પરંતુ શનિવારે ગ્રુપ સ્ટેજમાં જાપાની ટીમ સામે 5-2થી હારી ગયું હતું.
