CIDના નિર્માતા પ્રદીપ ઉપ્પુરનું નિધન લોકપ્રિય ટીવી સિરીયલ CIDના મેકર પ્રોડ્યુસર પ્રદીપ ઉપ્પુરનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ તેઓ કેન્સરથી પીડિત હતા અને તેમણે સિંગાપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. CIDના ACP પ્રદ્યુમન ઉર્ફે શિવાજી સાટમે આ દુઃખદ સમાચાર પોતાના સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યા છે, જેના પછી દરેક તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોની ટીવી પર પ્રસારિત થતી CIDએ ઘણા વર્ષો સુધી દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે.
