
*ગુજરાત મુસ્લિમ સમાજનું શીશ નેતૃત્વ ગ્યાસુદ્દીન શેખે,ઇમરાન ખેડાવાલા અને જાવેદ પીરઝાદા વિમલભાઈ ચુડાસમા તેમજ સાથે ગીર સોમનાથ જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા ઉપસ્થિત રહ્યા*
*ગ્યાસુદ્દીન શેખ નું મુસ્લિમ સમાજ ને હુંકાર કે જો શિક્ષણ ને મજબૂતી થી નહિ પકડો તો તમે બરબાદ થઈ જશો*
હેલ્પ એજ્યુકેન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેરાવળ તાલુકા ના મુસ્લિમ સમાજ ના ધો.10 થી ડોક્ટરેટ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનું એક સનમાન કાર્યક્રમ રાખવામાં આવેલી હતું. આજના આઘુનિક યુગમાં શિક્ષણ એ જ સફળતા સુધી પહોંચાડી શકે છે.મુસ્લિમ સમાજ ના યુવાઓ એ ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી વાત કરવામાં આવેલ હતી.
દરિયાપુર નાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ એ સમાજ ને આહ્વાન કર્યું કે આજ જો તમે શિક્ષણ ને મજબૂતી સાથે નહિ પકડો તો તમે આ જમાના સાથે નહિ ચાલી શકો આજના આધુનિક યુગમાં દીકરીઓને પગભર કરો આજની દીકરી એ પરદા માં પણ પાયલોટ થઈ શકે છે તેમજ નાં યુવાનો ને એનુંરોધ કર્યું કે વ્યસનો ને છોડો અને નશાથી તમારી જિંદગી બરબાદ ન કરો તમારું જીવન અમૂલ્ય છે તેને નશાથી મુક્ત કરો અને દેશના વિકાસના સાથી બનો.
જમાલપુર ખાડિયા ના લડાયક ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા એ સમાજ ને સંદેશ આપ્યું કે દુનિયા માં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આધુનિક શિક્ષણ સાથે દિની ઈલ્મ પણ ખૂબ જરૂરી છે જો તમે દિન અને દુનિયા બન્ને ઈલ્મ સાથે લઈને ચાલશો તો તમે દરેક ક્ષેત્રે સફળ થશો.સમાજ ના દરેક તબક્કાના લોકોને તમારા થી જે કંઈ મદદ બનતી હોય તે કરો અને તેનું હાથ પકડીને આગળ લઈ આવો.
વાંકાનેર નાં પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા એ સમાજ ને શીખ આપી કે વર્તમાન સમય માં બાળકોને તમે ઈલ્મ આપો ભલે તમારે એક સમય ભૂખ્યું રેહવું પડે પણ તમારા બાળકોને શિક્ષિત કરો કારણ કે તે શિક્ષિત હશે તો ગમે તે પડકારનું સામનો કરી શકશે અને સફળતા પ્રાપ્ત કરી શકશે
ગીર સોમનાથ જીલ્લા પંચાયત ના પ્રમુખ રાનીબેન વાજા એ મુસ્લિમ દીકરીઓને અનુરોધ કર્યું કે આજની દીકરી આવતી કાલની માં છે.દીકરી ભણશે તો પેઢીઓ તરી જશે.જેથી દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપો અને સમય સાથે તેમને આગળ વધાવો.
હેલ્પ ટ્રસ્ટના પ્રમુખ અફઝલ પંજા દ્વારા ટ્રસ્ટની કામગીરીની ઉમદા કામગીરી જણાવેલ હતી અને ઉત્મ પરિણામ પ્રાપ્ત કરેલ વિધાર્થીઓ જુદા જુદા ઇનામો એનાયત કરવામાં આવેલ હતા.આ કાર્યક્રમ માં મુસ્લિમ સમાજ ના બાળકો જુદા જુદા અભ્યાસ ક્રમોમાં ખૂબ ઊંચી ટકાવારી પ્રાપ્ત કરેલ હતા જેની સૌએ નોંધ લીધેલ હતી.
કાર્યક્રમમાં ગુજરાત મુસ્લિમ સમાજ નું શીશ નેતૃત્વ એવા પૂર્વ ધારાસભ્ય દરિયાપુર નાં ગ્યાસુદીનનભાઈ શેખ,જમાલપુર ખાડિયાના વર્તમાન ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડા વાલા,વાંકાનેર નાં પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા અને સોમનાથ નાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ રામીબેન, રામીબેન વાજા,નુસરતભાઈ પંજા યાસીન ભાઈ મંદોસરવાલા તેમજ જુદા જુદા સમાજના આગેવાનો તેમજ ઉધોગપતિઓ અને નગરસેવકો હાજર રહેલ હતા અને સૌ મહેમાનો એ વિધાર્થીઓ ખૂબ આગળ વધે અને ઉતરોતર પ્રગતિ કરે તેવા આશિષ આપેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા હેલ્પ ટ્રસ્ટના તમામ સાથીઓ એ ખૂબ જહેમત ઉઠાવેલ હતી