શનિવારે નાઈજીરિયામાં સધર્ન રિવર સ્ટેટમાં ચર્ચમાં ભાગદોડ મચી જવાથી ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા હતા. શનિવારે વહેલી સવારે ચર્ચમાં ભોજન લેવા આવેલા સેંકડો લોકો એક ગેટ તોડી અંદર ઘૂસી ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. ત્યાં પહેલાથી જ લોકો હાજર હતા અને કેટલાક લોકો નાશભાગ કરવા લાગ્યા હતા, જેના કારણે આ મોટી દુર્ઘટના બની હતી.
