*માણસ*

પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹ ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય , તો ય પરિવર્તિત થતો નથી…!! છે ને કરૂણતા…!!
સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત…!!
પૈસા તો બહુ દુરની વાત છે , અરે સાહેબ , શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા…!! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય…!!
જિંદગીની ગાગર પર બેઠો સમયનો કાગડો , દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે . ને માણસ સમજે , હું જીવી રહ્યો છું…!!
માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ‘ને આજે આટલા વધ્યા…!! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે કે કાલે આટલા હતા ‘ને આજે આટલા બચ્યા…!!
ચાલો , જિંદગી જે શેષ બચી છે તે અવશેષ બની જાય તે પહેલા તેને વિશેષ બનાવી લઈએ…!!
“પાસબુક” અને “શ્વાસબુક” બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે…!! “પાસબુક”ને બેલેન્સથી , અને “શ્વાસબુક”ને સત્કર્મોથી…!!
*પહેલું સુખ નિરોગી કાયા*
🙏🙏