– જૂનાગઢવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય કે; જૂનાગઢ-સુરત અને સુરત-જૂનાગઢ રુટ માટે એ.સી.સ્લીપર એસ.ટી.બસની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
– આ બસ જૂનાગઢથી સાંજે 7 કલાકે ઉપડશે, જ્યારે સુરતથી રાત્રે 8.30 કલાકે ઉપડશે.
– ખાસ કરીને અવારનવાર સુરત જતાં જૂનાગઢના મુસાફરો માટે આ મુસાફરી વધુ આરામદાયક અને સુવિધાસભર બનશે.
– મળતી માહિતી પ્રમાણે; જૂનાગઢ થી સુરત સુધીની ટિકિટનો દર રુ.865/- (GSRTC ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે) જાણવા મળી રહ્યો છે.
