
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરતા
*સદભાવ ચેરીટેબલ ટ્રસ્ટ – સાણંદ, શ્રી પારૂલબેન શુક્લ* દ્વારા જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના સર્વોત્તમ હેતુસર આયોજિત રક્તદાન કેમ્પની મુલાકાત લીધી.
આ પ્રસંગે ભાજપના મહિલા મોરચા ઉપાધ્યક્ષ શ્રી અર્ચનાબેન ઠાકર એ દીપ પ્રાગટ્ય કરી, પારૂલબેનની પ્રેરણાથી પ્રથમવાર રક્તદાન કર્યું તથા સદભાવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પારૂલબેન શુક્લના કાર્યને બિરદાવ્યું હતું. પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય, સુરેન્દ્રનગર પ્રભારી શ્રી રક્ષાબેન, અમદાવાદ જિલ્લા મહિલા મોરચા મંત્રી હેતલબેન પટેલ તથા રક્તદાતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ૪૦ બહેનો અને ૬ ભાઈઓ એ રક્તદાન કર્યું હતું . જેમાં ૪૬ યુનિટ રક્ત એકત્ર કર્યું.