
વીર સાવરકરે દેશને અખંડિત રાખવા અને આઝાદી અપાવવા અથાક પ્રયત્નો કર્યા હતા, જેને દેશ ક્યારેય ભૂલશે નહીં : દંડક શ્રી રમેશભાઇ કટારા
ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૩૯મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા અને ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરે પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ઊચ્ચ અભ્યાસ કર્યા બાદ કાયદાના અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ ગયા હતા. ત્યાં ફ્રી ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થા સ્થાપી દેશની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી. બ્રિટીશ સરકારે સરકાર વિરુદ્ધ કાવતરાના કેસમાં તેમની ધરપકડ કરીને ૫૦ વર્ષની કેદની સજા કરી હતી. શ્રી વીર સાવરકરે ભારત દેશને અખંડિત રાખવા અને આઝાદી અપાવવા અથાક પ્રયત્નો કર્યા હતા, જેને દેશ ક્યારેય ભૂલશે નહીં.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના સચિવશ્રી ડી.એમ.પટેલ સહિતના અધિકારી કર્મચારીઓએ પણ સ્વ.શ્રી સાવરકરના તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઋચા રાવલ ભરત ગાંગાણી.