રોજ એક પ્રબળ ઈચ્છા સાથે જ ઘરની બહાર નીકળું છું
પ્રેમ, સ્નેહ એટલો કરું
કે
એક નફરતથી જીવતા સમાજમાં
મારું હોવું જ વિદ્રોહ લાગે.
કરુણા એટલી લઈને નીકળું
કે
કોઈને ટાઢકનું ઠેકાણું લાગે
નિસ્બ્તવાળું સ્મિત પાથરું
કે
કોઈને પાનખરમાં વસંતના અણસાર લાગે.
આંખોમાં હૂંફ લઈને નીકળું
કે
કોઈને પોતાની પ્રાર્થના સાચી પડશે એવી શ્રદ્ધા સાચી પડતી લાગે.
નેહલ ગઢવી
❤
#nehalgadhaviofficial #nehalgadhavi #nehalgadhavimotivation #Nehal #gadhavi #photo

Kamesh Ghoghari Thank you so much for the lovely Photograph
You are The best.