
શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ સોસાયટી હૈદરાબાદ સિકંદરાબાદ દ્વારા તારીખ ૨૦ અને ૨૧ મી મે ૨૦૨૩ (શનિ-રવી) નાં રોજ યોજાનાર ‘સમૂહ જનોઈ’ પ્રોગ્રામ અંતર્ગત શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ અધ્યક્ષશ્રી તરૂણભાઈ મહેતા, ઉપાધ્યક્ષશ્રી જીતેશભાઈ જાની, મંત્રીશ્રી હરિશભાઈ દવે, ખજાનચીશ્રી અજયભાઈ ઓઝા યુવા કાર્યકર શ્રી જયેન્દૃભાઈ જાની એ ‘જનસંપર્ક’ કરી સમાજના પુર્વ પ્રમુખ અને દાતાશ્રી વીપીનભાઈ દવે સાથે જનોઈ પ્રસંગ બાબતે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન મેળવ્યુ હતુ. શ્રી વિપિન ભાઈ દવે અને શ્રી જયેન્દૃભાઈ જાની પરિવાર તરફથી તા.૨૧-૫-૨૩ રવીવારના પ્રસંગે જમણવાર (જ્ઞાતિ-ભોજન) તમામ ભોજન ખર્ચ આપવા ખુશી દર્શાવેલ છે. જ્યારે શ્રી જયેન્દૃભાઈ જાની પરિવાર તરફથી દરેક જનોઈ નાં બટુકોને પ્રત્યેકને ‘એક સુટ’ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.
સિકંદરાબાદ કે.આર.કે. બ્રહ્મ પરિવારના શ્રી કલ્પેશભાઈ ભટ્ટ, રાકેશભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ ભટ્ટની મુલાકાત લેતા તેઓએ સમાજનાં આ ભગીરથ કાર્ય માટે પ્રથમ તબક્કે રૂ.૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન હજાર પૂરા) નું યોગદાન આપવાનું જાહેર કરી તન મન ધનથી સંપુર્ણ રીતે સાથ સહકાર આપવા ખુશી દર્શાવેલ. જ્યારે સમાજ ખજાનચી શ્રી અજયભાઈ ઓઝાના પરિવારમાં શ્રીમતી દિપ્તીબેન ઓઝા તરફથી જનોઈ નાં દરેક બટુકોને ચાંદીના ‘બ્રેસલેટ’ આપવાની જાહેરાત કરી છે.
શ્રી ગુજરાતી સેવા મંડળ સિકંદરાબાદના માનદ સચિવશ્રી અને બ્રહ્મ સમાજના એડવાઈઝરી બોર્ડ સદસ્ય શ્રી જનકભાઈ બ્રહ્નભટ્ટની મુલાકાત લેતાં તેઓશ્રી પણ તન મન અને ધનથી આ કાર્યમાં સાથ સહકાર આપી કાર્યને દીપાવવામાં હંમેશ કમિટી અને સમાજ સાથે જ રહેશે એવું આશ્વાસન આપેલ.
ત્યારબાદ કે. ચંદ્રકાન્ત જ્વેલર્સના શ્રી ધનરાજભાઈ વ્યાસની મુલાકાત લેવામાં આવતા, શ્રી ધનરાજભાઈ વ્યાસે આ બ્રહમ સમાજનાં ભગીરથ કાર્યમાં ખૂબ ખુશી દર્શાવી વડીલ શ્રી નવરત્નભાઈ વ્યાસ સાથે પરામર્શ કરી કે. ચંદ્રકાન્ત જ્વેલર્સ પરિવાર તરફથી તન મન ધનથી આ સમાજ નાં કાર્યમાં સાથ સહકાર આપશે તેવી જાહેરાત કરેલી
સમૂહ જનોઈ પ્રસંગ માટે ખૂબ સારો પ્રતિસાદ અને પ્રોત્સાહન સમાજનાં આગેવાનો, પૂર્વ પ્રમુખશ્રીઓ અને નાના મોટા દરેક બ્રહમ પરીવારજનો તરફથી મળતા અધ્યક્ષશ્રી તરુણભાઈ મહેતાએ ખૂબ ખુશી સાથે આભાર વ્યક્ત કરેલ.
પ્રસ્તુત કર્તા:-
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ