લગ્નમાં નાચતા-નાચતા યુવકનું મોત પંચમહાલના રજાયતા ગામમાં મિત્રના લગ્નમાં ડાન્સ કરતા યુવકનું મોત થયું છે. ફુલેકામાં વરરાજાને ખભા પર બેસાડી યુવક ડીજે અને બેન્ડની ધૂન પર નાચી રહ્યો હતો. આ દરમિયાન 27 વર્ષીય યુવક અચાનક જમીન પર પડી ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હૃદય રોગના હુમલાને કારણે યુવકનું મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
