આજે નવા 37 કેસ નોંધાયા છે. 31 દર્દીઓ સાજા થયાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,951 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રિકવરી રેટ 99.09 ટકા થયો છે. રાજ્યમાં કુલ 200 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇપણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 200 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જોકે રાહતની વાત છે કે આજે એકપણ નાગરિકનું મોત થયું નથી.
