*(((* *_૨૬ ~ ૨૮ ~ ૩૦ ~ ૩૨ વર્ષ ઉપર નાં યુવાન દિકરા • દિકરીઓ માતા ~ પિતા ની અને પોતાની ભારે મહત્વકાંક્ષા ને કારણે આજે કુંવારા બેઠા છે_* *)))*

*_જો હજુ પણ વાલીઓ નહીં જાગ્રુત થાય તો પરીસ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે_*
*_આજે આપણો સમાજ બાળકો ના લગ્ન ને લઈ ને એટલો ભ્રમિત થઈ ગયો છે કે એકબીજા ને સંબંધ ચિંધી વેવિશાળ કરાવવા માં રસ જ નથી_*
*_આજે સમાજ માં ઘણી અપરિણીત છોકરીઓ ૨૬ ~ ૨૮ ~ ૩૦ ~ ૩૨ વર્ષ ની ઉંમર થઈ હોય છતાં કુંવારી છે_*
_કારણ કે_
*_તેમના સપનાઓ તેમના સ્ટેટસ કરતા ઘણાં ઊંચા છે_*
*_આવા ઘણા ઉદાહરણો છે_*
*_આવી વિચારસરણી ને કારણે સમાજ ની છબી ખરાબ થઈ રહી છે_*
*_સુખી દામ્પત્ય જીવન એ માનવીનું સૌથી મોટું સુખ છે તથા સાથે પૈસા પણ જરૂરી છે_*
_પરંતુ_
*_પૈસા ના કારણે સારા સંબંધો ને નકારવા અમુક હદ સુધી ખોટું છે_*
*_પ્રથમ પ્રાથમિકતા સુખી સંસાર_*
_અને_
*_સારો પરિવાર હોવો જોઈએ_*
*_વધુ પૈસા ની લાલસા માં સારા સંબંધો ને નજરઅંદાજ કરવું ખોટું છે_*
*_એજ્યુકેટેડ હોનહાર દિકરો હશે_*
_અને_
*_જો દિકરી નો પણ સંપૂર્ણ સહકાર હશે તો સંપત્તિ ખરીદી શકાય છે_*
_પણ_
*_ખ્વાઈશ (ઊંચી અપેક્ષાઓ) ખરીદી શકાતી નથી_*
*_હું માનું છું કે કુટુંબ_*
_અને_
*_છોકરો સારા હોવા જોઈએ_*
_પરંતુ_
*_વધુ ના ચક્કર માં સારા સંબંધો ને હાથ થી જવા ના દો_*
*_સુખી દામ્પત્ય જીવન જીવવાનો ઉદ્દેશ હોવો જોઈએ_*
_૩૦ ~ ૩૨ વર્ષ ની ઉંમર પછી લગ્ન નથી થતા તો પછી ઈચ્છાઓ માં બાંધછોડ કરી એ છીએ તો થોડી ઘણી બાંધછોડ વેવિશાળ ની લાયક ઉંમરે કેમ નહીં_
❓️ ❓️ ❓️ ❓️
*_અમુક ઉંમર વટાવ્યા પછી જો મેડિકલ ડોઁકટર કંડીશન અભિપ્રાય કુદરતી ક્રમ થી જોવા માં આવે તો મેગ્જીમમ દીકરી ની ઉંમર ૨૦ ~ ૨૨_*
_અને_
*_દીકરા ની ૨૩ ~ ૨૫ એ લગ્નજીવન માટે લોંગ ટાઈમ માટે સારું કહેવાય_*
*_પછી બનવા જેવા બનાવો બંને_*
_અને_
*_તેના જવાબદાર અંતે તો માતા • પિતા જ ગણાય_*
*_ટુક માં વાત કરી એ તો પછી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે_*
*_સમય_*
_અને_
*_ઉંમર એ એનું કામ કરે જ છે_*
*_આજે કુંડળી મેચિંગ ના કારણે પણ ખરાબ સ્થિતિ બની છે_*
*_જ્યાં છોકરા માં બધા ગુણો છે ત્યાં કુંડળી મળતી નથી_*
_અને_
*_બધું સારું હોવા છતાં કુંડળી ના કારણે લોકો સંબંધ કરવો છોડી દે છે_*
_ત્યારે_
*_તમે વિચારો કે જે લોકો ના ૩૬ માંથી ૨૬_*
_અથવા તો_
*_૩૬ માંથી ૩૬ ગુણો મળી આવે છે તેમ છતાં તેમના જીવન માં સમસ્યાઓ ઉભી થાય છે_*
_કારણ કે_
*_છોકરા ના ગુણો જોયા નથી ફક્ત કુંડળી મેચિંગ ના આધારે સંબંધ કર્યો છે_*
*_આજ ના શિક્ષિત વાલી_*
_અને_
*_બાળકો પણ આવા કુંડળી ના ચક્કર માં જે જોવાનું છે ચૂકી જાય છે_*
_અને_
*_પછી પસ્તાવાનો પાર રહેતો નથી_*
*_આજ ના સમયે સમાજ માં સારું પાત્ર શોધવામાં ચાર ~ પાંચ વર્ષ નીકળી જાય છે_*
*_ઉચ્ચ શિક્ષણ કે નોકરી ના નામે પણ સમય પસાર કરવાનું અનોખું બહાનુ કાઢી ને ઉંમર વધવા દે છે_*
_આજકાલ અમુક અર્થહીન અદભુત સવાલો પૂછવાની પણ પરંપરા થઈ ગઈ છે_
➡️ *_પોતાનું ઘર છે કે નહીં_*
*_જો હોય તો ફર્નિચર કેવું છે_*
❓️ ❓️ ❓️ ❓️
➡️ *_ઘર માં કેટલા રૂમ છે તથા તે મોટું છે કે નાનું છે_*
❓️ ❓️ ❓️ ❓️
➡️ *_ક્યા એરિયા માં છે તથા લોન ચાલુ છે કે નહીં_*
❓️ ❓️ ❓️ ❓️
➡️ *_જીવનશૈલી • ખાણી પીણી કેવી છે_*
❓️ ❓️ ❓️ ❓️
➡️ *_માતા ~ પિતા સાથે રહે છે કે કેમ_*
❓️ ❓️ ❓️ ❓️
➡️ *_કેટલા ભાઈ ~ બહેન છે તથા તે પરણેલા છે કે કેમ_*
❓️ ❓️ ❓️ ❓️
➡️ *_માતા ~ પિતા નો સ્વભાવ કેવો છે_*
❓️ ❓️ ❓️ ❓️
➡️ *_આધુનિક વિચારસરણી નાં ઘર ના સગા ~ સંબંધીઓ છે કે નહીં_*
❓️ ❓️ ❓️ ❓️
➡️ *_ઊંચાઈ કેટલી છે • દેખાવ કેવો છે • શિક્ષણ • કમાણી • બેંક બેલેન્સ કેટલું છે • છોકરો ~ છોકરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે નહીં • તેના કેટલા મિત્રો છે • ધર્મ ક્યો પાળે છે • કાંદા લસણ ખાય છે કે કેમ_*
❓️ ❓️ ❓️ ❓️
*_આ બધી પૂછપરછ પૂર્ણ થયા પછી પણ કેટલાક પ્રશ્નો પૂછવામાં_*
_અને_
*_સોશિયલ મીડિયા થકી વાત કરવામાં વધુ સમય પસાર કરે છે_*
*_આવી પરિસ્થિતિ માં ક્યારે ૩૦ ~ ૩૨ વર્ષ ની ઉંમરે પહોંચાઈ જવાય છે તે ખબર જ રહેતી નથી_*
*_ક્યાંક આવી બધી વિડંબણા સમાજ માં પેસી ગઈ છે જે બાળકો નાં સપના ને ચકનાચૂર કરી નાખે છે_*
*_એક સમય હતો જ્યારે પરિવાર ને જોઈ ને લગ્ન કરવામાં આવતા હતા_*
*_વૃધ્ધાવસ્થા સુધી લગ્નજીવન કશા પણ સમાધાન વગર પરસ્પર સન્માન ભાવ_*
_અને_
*_સમજૂતી થી દાયકો ઓ સુધી નભતું હતું_*
*_સુખ ~ દુઃખ માં પરસ્પર સાથ નીભાવતા_*
*_સંબંધો માં લાગણી હતી • ઉષ્મા હતી_*
*_જ્યાં પરિવાર જોઈ ને દિકરા ~ દિકરી ના સંબંધ થતાં ત્યાં ત્રણ ~ ત્રણ પેઢીઓ સંયુક્ત ફેમીલી માં જીવી જતા_*
*_ઘર ~ પરિવાર_*
_અને_
*_આંગણા માં ખુશીઓ હતી_*
*_ક્યારેક કોઈ નાની ચણભણ શરૂ થતી તો વડીલો એકબીજા નું ધ્યાન રાખતા_*
_અને_
*_ઘર ની વાત ઘર માં રહેતી_*
*_લગ્નજીવન ખાટા ~ મીઠા અનુભવોમાં થી પસાર થતું_*
_અને_
*_બંને એકબીજા ની ઘડપણ ની લાકડી બની જતા_*
*_સાથે રહી ને પુત્ર ~ પૌત્રો માં સંસ્કાર ના બીજ વાવતા_*
*_હવે એ વિધિ એ સમય ક્યાં છે_*
❓️ ❓️ ❓️ ❓️
*_આંખ ની શરમ ઇતિહાસ બની ગઈ છે_*
*_આજે એવું પણ સંભળાય છે કે છોકરો • છોકરી તેમના સમાજ નાં હોય નહીં તો પણ ચાલશે આવી વાતો પણ સામે આવી રહી છે_*
*_આજે સમાજ ની છોકરીઓ_*
_અને_
*_છોકરાઓ ખુલ્લેઆમ અન્ય જ્ઞાતિ તરફ જઈ ને પ્રેમલગ્ન કે એરેન્જ મેરેજ કરે છે_*
*_એને એમ છે કે સમાજ માં સારા છોકરા કે છોકરીઓ મારા લાયક નથી_*
_કારણ કે_
*_છોકરા ~ છોકરીઓએ આધુનિકતા ની ઊંચાઈઓ_*
_અને_
*_અપેક્ષાઓ પાર કરી છે_*
*_મારું તો એવું મંતવ્ય છે કે મિલક્ત • હોદો • રૂપરંગ • ઉચાઈ બધું જોવા ની જગ્યા એ શિક્ષણ • પારીવારીક પોઝીશન • બંન્ને પાત્રો ની વિચાર સરણી મળતી આવતી હોય તેમ જ પરીવાર શાંતિ થી રહી શકે તેવી આવક હોય તો બાકી નું બધું ગૌણ રાખી ને થોડીઘણી બાંધ છોડ કરી ને યોગ્ય સમયે બાળકો ને લગ્નજીવન માં પરોવી દેવા નો સમય આવી ગયો છે_*
*_શરૂઆત આપણા થી જ કરીએ_*
_હમ બદલેંગે તો યુગ બદલેગા_
*_ખાસ નોંધ_*
*[_થોડું ભાગ્ય ઉપર છોડવું જોઈએ અને સુખ ~ દુખ પતિ • પત્ની નું મળવું એ ભાગ્ય પર આધારીત છે તે છતા ભુલ ચુક માટે ક્ષમા કરજો આ જીવન નું કડવું સત્ય છે_ ]*