ગુજરાતના પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ ટૂંક સમયમાં ભગવો ખેસ ધારણ કરી શકે છે. ખાનગી મીડિયાએ હાર્દિકને પૂછ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને ગૃહમંત્રી અમિત શાહમાંથી કોણ ફેવરિટ છે? ત્યારે હાર્દિકે જવાબમાં પીએમ મોદીનું નામ લીધું અને કહ્યું કે, તેઓ દેશના વડાપ્રધાન છે અને દેશ માટે મહાન કાર્યો કરી રહ્યા છે.
