તારીખ ૨૦ અને ૨૧ મી મે ૨૦૨૩ (શનિ-રવી) ના રોજ યોજાનાર ‘સમૂહ જનોઈ’ પ્રોગ્રામ અંતર્ગત શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ ચેરમેનશ્રી વૈકુંઠભાઈ જાની, અધ્યક્ષશ્રી તરૂણભાઈ મહેતા, ઉપાધ્યક્ષશ્રી જીતેશભાઈ જાની, ખજાનચીશ્રી અજયભાઈ ઓઝાએ ‘જનસંપર્ક’ કરીને બ્રહ્મ પરિવારોને બંને દિવસ હાજર રહેવા માટે નિમંત્રિત કરેલ. નિમંત્રિત પરીવારજનો તરફથી સમાજના આ ભગીરથ કાર્ય માટે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જે બદલ અમે ખૂબ જ આભારી છીએ.
હૈદરાબાદ કાચીગુડા વિસ્તારના શ્રી રમેશભાઈ પંડયા (વાઈસ ચેરમેનશ્રી) , શ્રીમતી નિર્મલાબેન પંડયા પરિવાર, શ્રી ઉરેશભાઈ દેસાઈ, શ્રીમતી આરતીબેન દેસાઈ, ગં.સ્વ.શાંતાબા પરિવાર, અમૃત અતિથિ ગૃહ સંચાલકશ્રી પંકજભાઈ રાવલ, શ્રીમતી જયોતિબેન રાવલ પરિવારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતો દરમ્યાન ખૂબજ ઘાર્મિક સ્વભાવ ધરાવતા શ્રીમતી જ્યોતિબેન પંકજભાઈ રાવલ તરફથી પ્રત્યેક બટુક (બડવા)ને ભીક્ષાવિધી સમયે થાળી, ડબ્બો, પંચપાત્ર, તરભાણી, આચમની વિગેરે ભેટ સ્વરૂપે આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ઉપર જણાવેલ બાકીના પરિવારો તરફથી તન મન ધનથી સહકાર આપવા સમર્થન આપેલ. જે અંગેના ફોટોગ્રાફ્સ રજુ છે.

પ્રસ્તુત કર્તા:-
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
21/3/2023.