ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ ધ્વારા ઇન્ટરનેશનલ હેપીનેશ ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ખુશી હંમેશા આપવાથી મળે છે. હકારાત્મક અભિગમ સાથે દરેક વ્યક્તીનું માન સન્માન સચવાય તેવો વ્યવહાર હોવો જરૂરી છે. હસમુખો ચહેરો, કરૂણાની ભાવના તથા સામાજીક સંબધો ઉપર હેપીનેશનો આધાર હોય છે. ચિંતા, વ્યાધી તથા ડરના કારણે આપણે ખુશી મેળવી શકતા નથી. ક્યારેક નકારાત્મક વલણ, ઈર્ષા તથા કોઈકની નીંદા કરવામાં આપણે વધુ પડતો સમય વીતાવીએ છીએ જે એકંદરે આપણને દુખી કરે છે. હેપીનેશ મેળવવા માટે આપણને કોઈ શોખ હોવો જોઈએ જેમાં રમતગમત, વાંચન, લેખન તથા સામાજીક સેવા મહત્વનો ભાગ ભજવે છે. કોઈકને દુખી કરીને આપણે ક્યારેય સુખ મેળવી શકતા નથી. આપણી અપેક્ષાઓ તથા સપનાઓ સાકાર ના થવાના કારણે સ્ટ્રેસ અનુભવાય છે. આજના ટેકનોલોજીના યુગમાં સોશીઅલ મીડીયાનો વધુ પડતો ઉપયોગ આપણી હેપીનેશને ખતમ કરી નાખે છે. તંદુરસ્તી, કૌટુમ્બીક ભાવના, ગ્રેટીટ્યુડ તથા સમાધાનની નીતિ આપણને સુખ આપે છે.
