માં જગદંબા
આદિ અનાદિ અનંત અવિનાશી માં જગદંબા,
વેદે વખણાતી વિશ્વંભર અવિકારી માં જગદંબા.
અષ્ટભુજાળી વિશ્વેશ્વરી શિવરાત્રી માં જગદંબા,
આયુધસજ્જ ખપરાળી કાલરાત્રી માં જગદંબા.
જ્ઞાન પર્જન્ય શંભુ સ્વમાની સતી માં જગદંબા,
દૈત્ય અધર્મ સંહારીણી દૈવીશક્તિ માં જગદંબા.
અધિષ્ઠાત્રી જનની જનેતા જોગણી માં જગદંબા,
બ્રહ્મતેજ સ્વરૂપી શ્વેતાંબરી બ્રહ્માણી માં જગદંબા.
અષ્ટરીપુ નાશવંત નારાયણી દેવી માં જગદંબા,
મોક્ષદાયી નિર્લિપ્ત કલ્યાણી એવી માં જગદંબા.
કાંત્યાયની, કામાખ્યા કાલિકા દેવી માં જગદંબા,
શ્યામા રામા મનોરમાં ચામુંડા દેવી માં જગદંબા.
બહુચર દિનદયાળી ખાખરીયે બેઠી માં જગદંબા,
પાવાના ડુંગરે કાલી ભદ્રકાલી બેઠી માં જગદંબા.
કોયલા ડુંગરે હરસિધ્ધિ રવેચી થઇ માં જગદંબા,
અટૂકલી જટુકલી વરૂડી ચકલી થઈ માં જગદંબા.
‘શુકુન’ગુણલાં તારા રોજ ગાતો રહુ માં જગદંબા,
ઘરથાળે હાજરા હજુર રેજે વાણવટી માં જગદંબા.
***************
જયેશ પલિયડ ’શુકુન’
