અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગરના મહિલા કોર્પોરેટર, કોંગ્રેસ નેતા કામિનીબેન ઝાના પુત્ર રાજેશ ઝાનો નરોડા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. માહિતી અનુસાર, રાજેશ ઝાને સટ્ટો રમવાની ટેવ હોય, આ બાબતે સામે પક્ષે ઉઘરાણી કરતા અને પરિવારને જાણ કરવાની ધમકી આપતા લાગી આવતા રાજેશે આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
