મોટી જાહેરાત!! ભાવનગરના ઐતિહાસિક વિક્ટોરિયા પાર્કનું નામ બદલાશે

ભાવનગર શહેરની વચ્ચે આવેલા ઐતિહાસિક અને વનવિસ્તાર વિક્ટોરિયા પાર્કનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે. ભાવનગર શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક કે જે રાજવી પરિવારની દેન છે જેનું નામ આગામી સમયમાં બદલવામાં આવશે.ઐતિહાસિક વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે.