કર્ણાટકમાં ફરી એકવાર હિજાબનો મુદ્દો ગરમ થતો જોવા મળી રહ્યો છે. આજે મેંગલોર યુનિવર્સિટીમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓને ક્લાસમાં પ્રવેશ મળ્યો ન હતો. સાથે જ લાઇબ્રેરીમાં પણ પ્રવેશવાની મનાઈ હતી. જાણવા મળ્યું છે કે 12 વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને કેમ્પસમાં પ્રવેશી હતી. જો કે કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને હિજાબ ઉતારી ક્લાસમાં આવવાની મંજૂરી આપી હતી. પરંતુ તે માની નહી.
