
હૈદરાબાદ ખાતે સ્વાતંત્ર્યવીર શ્રી દામોદર સાવરકરની ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે કાચીગુડા ચાર રસ્તા પર આવેલ સાવરકરજી ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરેલ. આ પ્રસંગે શ્રી જગન્નાથ મત સીતારામ બાગ પીઠાધિકારી ત્રિદંડી સ્વામી શ્રી શ્રી શ્રી રામાનુજ વ્રતધર જીયર સ્વામીજી, અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકારી અધ્યક્ષ શ્રી કમલેશજી મહારાજ, અધ્યક્ષ શ્રી આર કે જૈન, મહેશ બેંક નિર્દેશક ગોવિંદનારાયણ રાઠી, શ્રી ગુજરાતી બ્રહ્મસમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ અધ્યક્ષ શ્રી તરુણભાઈ મહેતા, જાણીતા સમાજ સેવક શ્રી મયુર ભાઈ પુરોહિત, શ્રી મનોજ જયસ્વાલ, પરમેશ્વરી શર્મા, વિજયાબાલા વિગેરે ઉપસ્થિત રહી પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી. લવ ફોર કાઉ ફાઉન્ડેશન દ્વારા તમામ જરૂરિયાત મંદ માટે ઈડલીનું વિતરણ કરી અને અન્નદાન પણ કરેલું.