રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ રદ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા સચિવાલયે આ સંબંધમાં શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. મહત્વનું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં વાયનાડથી કોંગ્રેસની ટિકિટ પર તેમણે ભારતીય ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી.
