દેશમાં ફરી એકવાર કોરોના વધવા લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,590 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 8,601 થઈ ગઈ છે. જણાવી દઈએ કે, ભારતમાં 146 દિવસ બાદ એક દિવસમાં કોવિડ-19ના 1,500થી વધુ નવા કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગે સતર્ક રહેવા સૂચના આપી છે.
