આગામી વર્ષ ૨૦૨૫ ના RSS ની સ્થાપના ને સો વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે, ત્યારે સંઘ દ્વારા મોટા પાયે ઉત્સવ ની તૈયારીઓ શરૂ કરવા માં આવી છે. આમ તો હાલે નાગપુર ખાતે હેડ ક્વોટર આવેલું છે, તેને ખસેડી ને હવે ૧૦૦ એકર માં અયોધ્યા નગરી માં સ્થળાંતર કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંમ સંઘ ને લઈ ને અનેક પાર્ટીઓ રાજકારણ કરે છે તે સદંતર પાયા વિહોણું છે. વિશ્વ નું સૌ થી મોટું સંગઠન, જેમાં લાખો- કરોડો લોકો જોડાયેલા હોય, આસ્થા કક્ષા ની ભાવના હોય એવા સંગઠનો પર વાણી વિલાસ કરતા તુચ્છ નેતાઓ એ વિચારવું જોઈએ. તથ્ય વગર નાં આરોપો લગાવવા થી એમની પોતાની ઇમેજ ખરડાતી હોય છે.અભિવ્યક્તિ ની આઝાદી નો ઉપયોગ તથ્ય જાણ્યા -સમજ્યા બાદ કરવો જોઈએ. વારંવાર, કોઈ પણ ઉચિત કારણ વગર સતત કોઈ સંસ્થા, વ્યક્તિ, સમૂહ નો વિરોધ કર્યા કરવો તે સ્વસ્થ રાજનીતિ ની નિશાની નથી.
૧૯૨૫ માં ભારત ગુલામી માં સબડતું હતું ત્યારે કે. બી. હેડગેવારએ રાષ્ટ્રીય સ્વયંમ સંઘ ની સ્થાપના ૨૭ સપ્ટેમ્બર નાં કરી હતી.
સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવાર નો જન્મ નાગપુર માં ૧ એપ્રિલ, ૧૮૮૯ નાં
થયો.( વિક્રમ સંવત ચૈત્ર સુદ પ્રતિપદા,૧૯૪૬). માતા નું નામ રેવતી હતું. મરાઠી દેશસ્થ બ્રાહ્મણ બલીરામ પંત હેડગોવર નો સામાન્ય પરિવાર. કેશવ જ્યારે ૧૩ વર્ષ ના હતા ત્યારે પ્લેગ ફેલાયો એમાં માતા -પિતા નું મૃત્યુ થયું. મોટા ભાઈ મહાદેવ પંત અને સીતારામ પંતે શિક્ષણ ની જવાબદારી સુપેરે નિભાવી જાણી. ધર્મ, ભક્તિ, નાનપણ થી જ રોપાઈ જતી હોય છે. કેશવ પણ નાનપણ થી જ દેશભક્તિ વાળા. અંગ્રેજો ની ગુલામી માં દેશ સબડી રહ્યો હતો, ત્યારે સ્કુલ માં વંદે માતરમ બોલવા પર નાગપુર ની નીલ સીટી હાઈસ્કુલ માં થી કાઢી મૂકવા માં આવ્યા હતા. ઘણીવાર નાનકડી ઘટના મોટા સંકેતો આપી જતી હોય છે. રાષ્ટ્ર ભક્તિ કરવા બદલ કાઢી મુકવા માં આવતાં યવતમાળ અને પુણે ની સ્કૂલો માં અભ્યાસ કર્યો. હિંદુ મહાસભા ના પ્રમુખ બી. એસ. મુંજે બાળ કેશવ ની પ્રતિભા પારખી ને ૧૯૧૦ માં એમને વૈદિક અભ્યાસ માટે કોલકતા મોકલ્યા.૧૯૧૪ માં એલ. એમ. એસ. ની પરીક્ષા પાસ કરી એક વર્ષ તાલીમ મેળવ્યા બાદ નાગપુર આવ્યા. નાની મોટી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા. દરમિયાન નોંધ્યું કે રાષ્ટ્ર ની વાત સજજડતા થી રાખે એવું કોઈ સંગઠન નહોતું.૧૯૨૦ માં રાષ્ટ્રીય મહાસભા- ( કોંગ્રેસ ) માં સક્રિય ભૂમિકા ભજવી. પણ નીતિઓ ગમી નહીં. કોંગ્રેસ ની કાર્યશૈલિ પર અનેક સવાલો હતા, જેનો સચોટ જવાબ મળ્યો નહીં.ઘણું એવું બની રહ્યું હતું, જેથી વિચારો માં મતભેદો થતાં પાર્ટી થી આલગ થઈ ગયા. દરમિયાન, વાંચન સાહિત્ય પ્રક્રિયા ચાલુ હતી. અનેક રાષ્ટ્રવાદી લેખકો ને ખુબ ગહનતા થી વાંચતા. બાળ ગંગાધર ટિળક , વીર સાવરકર જેવા કેટલાય ક્રાંતિકારીઓ ના સાહિત્ય ને વાંચતા એથી રાષ્ટ્રહિત ની ભાવના પ્રબળ બનતી ચાલી. ભારતની અસ્મિતા, સંસ્કૃતિ નો ઘાણ નીકળી રહ્યો હતો. માત્ર આઝાદી મેળવી ને પણ શું કરવાનું? સભ્યતા, ધર્મ, એ બધું ન જળવાઈ રહે તો આઝાદી નો કોઈ અર્થ રહેતો નહોતો.૧૯૨૩ માં હિંદુ – મુસ્લિમ માં દંગા ફાટી નીકળ્યા. આ બધા વચ્ચે વ્યથિત થઈ ગયા. સાંસ્કૃતિક ધરોહર જળવાઈ રહે, નવી પેઢી ને ધર્મ, દેશ, ઇતિહાસ ની જાણકારી મળે સહિત નાં મુદ્દાઓ ને ધ્યાન માં રાખી ને ૧૯૨૫ નાં દશેરા ના દિવસે રાષ્ટ્રીય સ્વયંમ સંઘ ની સ્થાપના કરી. શરૂ માં ભૈયાજી દાની , બાબા સાહેબ આપ્ટે, બાળા સાહેબ દેઓરસ, મધુકર રાવ ભાગવત ઇત્યાદિ રાષ્ટ્ર પ્રેમીઓ સાથે નાગપુર માં શરૂ કરેલી મશાલ ની જ્યોત આગળ જતાં ભારત ભર માં ઝળહળી ઉઠી. ડોકટરજી નાં હુલામણાં નામ થી ઓળખાવા લાગ્યા. કાશી, લખનૌ એમ એક પછી એક શહેરની યાત્રાઓ થવા લાગી. વધુ માં વધુ લોકો જોડાતા ગયા. શાખાઓ ખુલતી ગઈ. થોડા સમય પહેલાં નેતા કહેતા હતા કે RSS માં મહિલાઓ ને સ્થાન નથી અપાતું. આ મોટું જુઠાણું છે. શાખા માં પહેલે થી જ કોઈ ભેદભાવ કરવા માં નથી આવતો.૧૯૩૬ માં મહિલા વિંગ બનાવવા માં આવી હતી. સંઘ રાષ્ટ્ર હિત માટે જાણીતો થઈ ગયો હતો. આઝાદી ની ચળવળ માં ખૂબ મોટે પાયે ચાલુ હતી. પણ સંસ્કૃતિ, ધરોહર, ધર્મ, સભ્યતા સાથે રાખી ને વાત કરવા વાળું કોઈ નહોતું. હિંદુ જાગૃતિ નું કાર્ય કર્યું, એમ રાષ્ટ્ર જાગૃતિ અભિયાન ચલાવ્યું. પણ શરૂ નાં વર્ષો માં અંગ્રેજ સરકાર ની નજરે ન ચડી જવાય એથી સંગઠન નો ઉદ્દેશ્ય ધર્મ,આધ્યાત્મ અને સાથે આઝાદી નો રાખ્યો. આ ખુબ જરૂરી હતું. કોઈ રાજકીય પીઠબળ હતું નહીં, ખુદ સ્થાપક કોંગ્રેસ માં થી નીકળી ગયા હતા. લાહોર અધિવેશન (૧૯૩૦) માં ઠરાવ પસાર કરવા માં આવ્યો હતો કે ૨૬ મી જાન્યુઆરી નાં સ્વતંત્રતા દિવસ ઉજવવા નું નકકી થયા બાદ શાખા નું વલણ પહેલે થી સ્પષ્ટ હતું કે ભારત જેવા અસ્મિતા સભર દેશ નો ઝંડો ભગવો જ હોવો જોઈએ. આ માંગણી વધુ પડતી નહીં, બલ્કે યોગ્ય હતી. દરેક દેશ પોતાના ધર્મ, સભ્યતા નાં ચિન્હો ધ્વજ માં રાખતા હોય છે. ભારત માટે ભગવા થી વધુ કોઈ રાષ્ટ્રધ્વજ યોગ્ય નથી એવું વલણ લાંબુ ચાલ્યું હતું. અલબત, તિરંગા પ્રત્યે કોઈ અપમાન નહીં, પણ ભગવો કેમ નહીં? એ સવાલ ઉઠવો વ્યાજબી હતો. દાંડી યાત્રા , સવિનય કાનૂનભંગ જેવા કાર્યક્રમો માં કેશવ હેડગેવાર હાજર રહ્યા હતા. પરંતુ એમની એક વાત, જેને મારી મચડી ને પેશ કરવા માં આવે છે. ડોકટરજી આવી યાત્રાઓ માં અંગત રીતે જોડાયા હતા. એમાં આર.એસ.એસ. ના કાર્યકર્તાઓ ભાગ લે, ન લે એ એમની મુનસફી પર આધારિત છે. અથવા તો આ સતાવાર આર. એસ. એસ. નો કાર્યક્રમ નથી. તો એમાં ખોટું શું હતું? સંઘ નાં સ્થાપક ખુદ હાજર હોય, સમર્થન કરતા હોય,પછી અન્યો ની હાજરી હોય કે ન હોય એથી શું ફરક પડે? એવું તો હતું નહીં કે ભારત માં એક માત્ર કામ દાંડી યાત્રા અને સવિનય કાનૂનભંગ જ હતું. અન્ય કાર્યો હતાં જ. જે સૌ સૌ ની મેળે કરતા હતા.
આર.એસ.એસ.ને તેઓ રાજનીતિ થી દુર રાખવા માંગતા હતા. એવું પણ હતું નહીં કે ગાંધી ની દરેક વાત માનવી. મતભેદો ખુબ હતા જ. છતાં વિશાળ સંગઠન ના સ્થાપક વડા માન આપી ને ઉપસ્થિત રહ્યા હતા. જે કોંગ્રેસ માં થી ખટરાગ થતાં નીકળી ગયા હતા એજ કોંગ્રેસ ના વડા ગાંધી સાથે યાત્રા માં જોડાયા હતા. આ ડોકટર કેશવજી ની મહાનતા નહીં તો બીજું શું હતું? એમ તો એ સમય નાં અન્ય અનેક નામી લોકો નહોતા જોડાયા, અને વિરોધ પણ કર્યો હતો. તેમણે જીવન ભર રાષ્ટ્ર સેવા કરી. કોઈ પણ નીજી સ્વાર્થ વગર આયખું ખપાવી નાખ્યું. અન્ય પક્ષો ની જેમ પદ, પ્રતિષ્ઠા ની લાલચ હતી નહીં. જમણેરી વિચારધારાના સમર્થક હતા. એમાં શું ખોટું હોઈ શકે? એક તરફ ઝીણા ની વધતી જતી લોકપ્રિયતા મુસ્લિમ મુલ્ક બનાવવા ની તરફેણ કરી રહી હતી. ભાગલા નો પાયો ઘણો વહેલો નખાયો હતો. મુસલમાનો ને અલગ રાજ્ય આપી શકાયું હોત. રાજ્ય ની કલ્પના કોઈ એ ન કરી. ચારે બાજુ થી બસ ભાગલા પાડવા ની વાતો થઈ રહી હતી. છતાં નેતાઓ છેલ્લે સુધી મગ નું નામ મરી નહોતા પાડતા. કેવડી મોટી વિડંબના.! નેતાઓ અજાણ નહોતા. બધું જ જાણતા હતા. વધુ સમય લઈ શકાયો હોત. સ્પષ્ટ રીતે, શાંતિ થી બેસી ને ભાગલા પડ્યા હોત તો લાખો લોકો નું મોત નિપજ્યું ન હોત. ભાગલા પાડવા કે કેમ એ બાબત નું મત દાન થયું હતું, જેમાં મોટા ભાગના મુસ્લિમો એ પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું હતું. પણ ત્યાર બાદ પણ ભારત માં રહેવા નું પસંદ કર્યું હતું. આટલી બધી ઉતાવળ શા માટે કરવા માં આવી હતી? બે -પાંચ મહિનાઓ કે વર્ષ નીકળી જાત તો શું ફરક પડે? બધું અચાનક થવા લાગ્યું. એક દિવસ અચાનક જાહેર કરવામાં આવ્યું કે, આ ભારત, આ પાકિસ્તાન…!
આ બધા થી પરિચિત ડૉકટરજી નું સપનું હિંદુ રાષ્ટ્ર નું હતું. જેમાં સર્વ ધર્મ સમભાવ તો હોય જ, પણ સાથે સાથે ભારત ની અસ્મિતા સંસ્કૃતિ, ભાષા, ધરોહર ને જાળવવા માં આવે. એ સમયે ૭ કરોડ મુસ્લિમો ને મુસ્લિમ દેશ આપવા માં આવ્યો હતો, પણ ૩૦ કરોડ હિંદુઓ ને હિંદુ રાષ્ટ્ર નહોતો અપાયો. આ સરખા ભાગે ભાગલા હતા? આજે પણ હિંદુ રાષ્ટ્ર ની માંગણી કરવી જાણે કે મુસ્લિમ વિરોધી હોય એમ પ્રસ્તુત કરવામાં આવે છે. હિંદુરાષ્ટ્ર ની માંગણી કોઈ જાત, ધર્મ , સંપ્રદાય ની વિરૂદ્ધ નહીં, પણ પોતાનો હકક માંગવા ની વાત છે.૧૯૪૦ માં સંઘ શિક્ષા વર્ગ માં એમણે છેલ્લું ભાષણ કર્યું હતું.-
“આજે હું મારી આંખ સમક્ષ એક સૂક્ષ્મ હિંદુ રાષ્ટ્ર જોઈ રહ્યો છું…!”
આગામી ૭ વર્ષ બાદ આઝાદી મળવા ની હતી. અલબત, છીનવવા ની હતી. ત્યાં સુધી એમને લાગ્યું હોવું જોઇએ કે કદાચ હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવશે. પણ વાહ રે તૃષ્ટીકરણ… એક બાજુ સંપૂર્ણ કબજો સોંપાયો, બીજી બાજુ ઘોષણા કરવામાં પણ ન આવી…!
જીવન ભર ખુબ મહેનત કરી ને એક વિરાટ, વિશાળ વટવૃક્ષ તૈયાર કરી ને હેડગેવાર અંતિમ દિવસો માં તબિયત લથડતાં, પીઠ નાં દુખાવો રહેતાં, ગરમ પાણી નાં ઝરા માટે બિહાર નાં રાજગૃહ માં લઈ જવા માં આવ્યા.૨૧ જૂન,૧૯૪૦ નાગપુર માં મૃત્યુ થયું. અંત્યેષ્ટિ નાગપુર ખાતે રેશમ બાગ માં કરવા માં આવી. પણ એ પહેલાં સંઘ ની સતા એમ.એસ. ગોલવલકર ને સોંપતા ગયા હતા. અહીં થી સંઘ ની વિરાટ યાત્રા નો નવેસર થી અધ્યાય શરૂ થયો હતો. હવે પછી નાં પડકારો અજાણ્યા હતા. પહેલાં તો ખબર હતી, દુશ્મન અંગ્રેજો છે, પણ હવે આસપાસ નાં લોકો જ દુશ્મન બની જવા તૈયાર થયા હતા.સંઘ માટે રસ્તો આઝાદી બાદ વધુ કઠિન થઈ ગયો. અંગ્રેજો એ જેટલો વિરોધ નહોતો કર્યો એના થી હજાર ગણો વિરોધ આઝાદી બાદ કરવા માં આવી રહ્યો છે. અમુક પક્ષો દ્વારા દિવસ -રાત આ દેશ પ્રેમી સંગઠન પર કાદવ ઉછાળવા માં આવે છે. હમણાં હમણાં તો વિરોધ નો સુર એટલો તીવ્ર બની ગયો છે કે અમુક પાર્ટી પ્રવકતાઓ નાં લિસ્ટ માં આર.એસ.એસ.નો વિરોધ સૌ થી અગ્રક્રમે હોય છે. કોઈ પણ મુદ્દા ને મારી મચડીને સંઘ સાથે જોડી દેવામાં આવે. ધ્વજ નહોતો લહેરાવ્યો એ બાબત ને વિરોધ પક્ષો બીજા સંદર્ભ માં, એમને સુટ થાય એવી રીતે વાપરે છે. પણ એક વાત નો જવાબ ટાળી જાય છે કે ભગવો ધ્વજ શા માટે ન લહેરાવવો? પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ રીતે ભગવા નું અપમાન તો સામાન્ય બાબત બની ગઈ છે જાણે. તિરંગો બેશક શાન છે ભારત ની, પણ ભગવો પહેચાન છે યુગો યુગોથી થી. પણ વિરોધ પક્ષો માટે, પાર્ટી લાઈન આઝાદી ની આસપાસ જ ગોળ ગોળ ફર્યા કરે છે. એમાં પણ એમને અનુકૂળ હોય એ જ વાત ને મહત્વ આપશે.
બીજા અને નવા પડકારો ને દ્વિતિય સરસંઘ ચાલક સારી રીતે પહોંચી વળ્યા. આજે પણ મોહન ભાગવત એ જ કરી રહ્યા છે. અલબત, રાષ્ટ્રવાદ થી પ્રેરાઈ ને શરુ થયેલ આ સંસ્થાને આજે એક વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે. દેશ માં ક્યાંય પણ કોઈ પણ આપદા આવે તો સૌ પ્રથમ સ્વયંમ સેવકો આગળ આવે છે. પુર હોય કે ભુકંપ, કુદરતી હોનારત હોય કે માનવ સર્જિત વિપદા, આ મહામંડળ નાં લોકો હાજર હોય છે. કોઈ પણ જાત નું માનદ વેતન લીધા વગર, ગાંઠ ના પૈસા ખર્ચી ને પણ ૧૦૦ વર્ષો થી સતત ચાલતી શાખાઓ, હિંદુ જાગૃતિ નું અભિયાન તો છે જ, સાથે રાષ્ટ્ર નિર્માણ નું કામ પણ કરે છે. આજે લાખો લોકો જોડાયેલા છે, અસંખ્ય શાખા ઓ લાગે છે. ડૉકટર કેશવજી થી મોહન ભાગવત સુધી નાં સરસંઘ ચાલકો એ પોતાનું કાર્ય સુપેરે બજાવ્યું છે. નીજી સ્વાર્થ ત્યાગી ને અત્રે દેશ સેવા કરવા માં આવે છે. અનેક વખત પ્રતિબંધ લગાવવા માં આવ્યો, અનેક વખત અલગ અલગ વિવાદો ઉભા થયા. પણ છતાં, અડીખમ રહી ને આજે પણ સંઘ ભારત ભર માં ફેલાયેલું સંગઠન છે.

*અવતરણ*
૧૦૦ વર્ષ જૂની RSS એક માત્ર એવું સંગઠન છે, જે દેશ હિત નું કાર્ય સતત કરી રહ્યું છે.
*જય માં ભારતી.*