ગાંધી વિથ ગોડસે ની ચર્ચા દાયકાઓ થી ચાલી આવી છે. બંને નાં પોત પોતાના પક્ષ છે. આખો ઘટના ક્રમ લોકો એ જાણવો જોઈએ એથી આ સિરીઝ શરુ કરી છે. કોઈ પણ જાત નાં ચશ્માં પહેર્યાં વગર રોકડું સત્ય લોકો સમક્ષ મૂકવા ની આ કવાયત છે, એમાં ગાંધીવાદી ને કે કથિત ગોડસેવાદીઓ ને… કોઈ ને પણ ચીતરવા નું યોગ્ય નથી ઠેરવ્યું. એક યક્ષ પ્રશ્ન તો મોં ફાડી ને ઉભો જ છે: મૈને ગાંધી કો કયું મારા…?
ગાંધીજી ની હત્યા ના થોડા સમય બાદ જ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન થોડી જ પહોંચી ગયા હતા. કોઈ એ સ્ટીલ ની ફ્રેમ નાં ચશ્માં ઉતારી લીધાં હતાં. અંધારું થઈ ગયું હતું. કોઈ જ ઉહાપોહ વગર નાથુરામ ગોડસે એ ધરપકડ વ્હોરી લીધી હતી. હત્યારો કોણ? એ સવાલ નો જવાબ સામે જ હતો, અને કારણ પણ ઘણેખરે અંશે મોટાભાગ ના નેતાઓ જાણતા હતા. મીણબત્તીઓ ની પીળી રોશની માં મોહનલાલ કરમચંદ ગાંધી નો નિષ્પ્રાણ દેહ પડ્યો હતો. ચશ્માં વગર માઉન્ટ બેટન ઓળખી નહોતા શક્યા. ધીમે ધીમે લોક ટોળે વળી રહ્યું હતું. સમાચાર આગ ની જેમ ફેલાઈ ગયા હતા. પણ ગાંધીજી ની હત્યા કરવા માં આવી ત્યારે કોઈ ફોટોગ્રાફર – પત્રકાર કેમ હાજર નહોતા? નહીંતો રોજ ફોટોગ્રાફરો નો તાંતો લાગ્યો રહેતો. ગાંધીજી મિડિયા ડાર્લિંગ હતા. રોજ સમાચાર પત્રો માં છવાયેલા રહેતા. એની વે, ગાંધીજી ની અંતિમ યાત્રા માં લાખો માણસો ઉમટી પડયા હતા. અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે મનુ બેને રડતાં રડતાં સરદાર પટેલ નાં ખોળા માં ચહેરો સંતાડી દીધો હતો. બાદ માં મનુ બેન નોંધે છે કે, પટેલ સાહેબ જાણે કે અચાનક વૃદ્ધ લાગ્યા હતા ત્યારે. ભળ ભળ આગ માં ગાંધીજી નો પાર્થિવ દેહ પંચભૂત માં વિલીન થઇ ગયો.
ત્યાર થી લઇ ને આજ સુધી હજારો પુસ્તકો લખાયાં આ વિષય પર. અનેક ફિલ્મો બની. ઘણાં પ્રોપેગન્ડા લેખકો એ ગોડસે ને આતંકી શબ્દ દીધો, તો કોઈ એ આર. એસ.એસ.ને કટઘરા માં ખડી કરી દીધી. તો વળી કોઈ એ હિંદુ મહાસભા ને ગુનેગાર ઠેરવવા બનતા બધા પ્રયત્નો કર્યા.બહુ ઓછા લેખકો એ તટસ્થ થઈ ને લખ્યું છે. વીર સાવરકર ને આ ઘટના માં દોષી સાબિત કરવા જી જાન થી પ્રયત્નો કરવા માં આવ્યા. એટલા સુધી કે બાબા સાહેબ આંબેડકરે ગોડસે નાં વકીલ ને મળી ને કહ્યું કે ભારે ષડયંત્ર થઈ રહ્યું છે. સાવરકર ને પણ ચેતવ્યા કે, જવાહર લાલ નહેરુ ( હાં જી) સાવરકર ને ફસાવવા નાં પ્રયત્ન કરે છે, અથવા કરી શકે છે…!
તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ દ્વારા નાથુરામ ગોડસે નાં બહુ ચર્ચિત જવાબ પર બેન લગાવી દીધો હતો. આ પ્રતિબંધ નું ઔચિત્ય શું? અભિવ્યક્તિ ની આઝાદી નું શું? બે વ્યક્તિઓ ને ફાંસી આપવામાં આવી હતી. બચાવ માં કોઈ કાકલૂદી કરી નહોતી. ગોડસે નો બચાવ કરવા કોઈ આગળ આવ્યું નહોતું.RSS નાં એ સમય ના વડા એમ. એસ. ગોલવલકરે કહ્યું હતું કે -” આઘાત જનક કૃત્ય. આ કરનાર ભારત નો હતો અને એમાંય હિંદુ હતો. આઘાત.” કોઈ પણ હિંદુ સંગઠન ગોડસે નો બચાવ ક્યારેય કરતું નથી, પણ ગાંધીજી ની સમીક્ષા કરવી જોઈએ. ગાંધી કે કોઈ પણ વિવેચના થી પર ન હોઈ શકે. ત્યારે તો ખાસ, જ્યારે રાષ્ટ્રપિતા કહેવા માં આવતા હોય. જાહેર છે, પિતા ની જવાબદારી પણ મોટી અને દીર્ઘદૃષ્ટિ વાળી હોવી જોઈએ. નહીં કે, ક્ષણિક અને પક્ષપાત વાળી. ગોડસે એન્ડ ગેંગ ને અનેક વાંધા હતા. હિંદુઓ તરફી ઉદાસીનતા એમાં મુખ્ય. ભાગલા બાદ પાકિસ્તાન ને આપવા માં આવનાર રકમ ની પહેલી કિસ્ત ૨૦ કરોડ આપવા માં આવી એના થોડા જ સમય બાદ પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કર્યો હતો. આથી પટેલ સહિત અનેક નેતાઓ બાકી નાં નક્કી થયેલ નાણાં ન આપવા જોઈએ એ મત ના હતા.પણ ગાંધી અને નહેરુ કોઈ પણ શરતે અને ભોગે પાકિસ્તાન ને પૈસા આપવા તૈયાર હતા. પાકિસ્તાન ને અલગ રાષ્ટ્ર ની એટલી જલદી હતી કે ભારત થી એક દિવસ પહેલાં જ આઝાદી માનવી લીધી.( ૧૪ ઓગસ્ટ ).પણ એ ભૂલી ગયું કે પાકિસ્તાન ને આઝાદી ક્યાં મળી હતી? એનો તો જન્મ થયો હતો. મોહમ્મદ અલી ઝીણા ની સતા લાલસા નાં કારણે લાખો લોકો નાં જીવ ગયા. આ ભાગલા ટાળી શકાયા હોત.
ગાંધી હત્યા માં હિંદુ મહાસભા અને RSS ને ફસાવવા નાં અનેક પ્રયત્નો બાદ પણ આ બંને સંગઠનો નિર્દોષ સાબિત થયાં. તોય એના પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો..! જે બાદ માં હટાવવા માં આવ્યો.
સાંજે ૫-૧૭ કલાકે નાની બેરેટા પિસ્ટલ થી ત્રણ ગોળીઓ છોડવા માં આવી હતી. પાછળ થી તેણે કહ્યું હતું કે ગોળી બે જ મારવી હતી, પણ ત્રીજી વાગી ગઈ. આ ઘટના થી ટોળું તિતર બિતર થઈ ગયું હતું. પોલીસ પણ હબક ખાઈ ગઈ હતી. મેં જ જાતે સાદ પાડી ને પોલીસ ને બોલાવ્યા હતા, ત્યારે એમની હિંમત વધી. પહેલે એક અને પછી અન્ય આવ્યા. આમ ધરપકડ કરવામાં આવી. ત્યાર બાદ ભીડ દ્વારા ખુબ માર મારવા માં આવ્યો.૬ વાગે ગાંધીજી નાં પાર્થિવ દેહ ને બિરલા હાઉસ માં રાખવા માં આવ્યો. સૌ થી નાના પુત્ર દેવદાસ પહોંચ્યા. ચહેરા પર થી કપડું હટાવ્યું અને કહ્યું -” અહિંસા નાં પુજારી સાથે થયેલ હિંસા ને દુનિયા જુવે..”
હત્યા ની FRI તુગલઘ રોડ પર નાં પોલીસ સ્ટેશન માં નોંધાઈ હતી. ઉર્દૂ માં લખવા માં આવી હતી. જેની કોપી આજે પણ સાંચવેલી છે. હત્યા ની સંડોવણી માં ગોપાલ ગોડસે નું નામ પણ ઉછળ્યું હતું.( વર્ષો પહેલા હું ગોપાલ ગોડસે નાં દાદર સ્થિત એમનાં ઘેર ઇન્ટરવ્યૂ માટે ગયેલો. ત્યારે એક સાપ્તાહિક અખબાર – મુંબઈ માં પત્રકારત્વ કરતો.આ વિષે અગાઉ વિસ્તાર થી લખી ચૂક્યો છું.)
હત્યા બાદ રમખાણો ફાટી નીકળ્યાં હતાં. મહારાષ્ટ્ર માં બ્રાહ્મણ નાં ઘરો બાળી નાખવા માં આવ્યાં. સાંગલી અને મીરજ માં નાજુક સ્થિતિ હતી. કેટલાય માણસો માર્યા ગયા. આનો સાચો આંકડો ક્યારેય બહાર આવ્યો નથી. ન કોઈ જાંચ – પડતાલ કરવા માં આવી કે આ કોણે કર્યું? જાણી જોઈ ને હત્યા કરનારે ગુન્હો કબુલી લીધો હતો, પણ એની દાઝ માં એના સમાજ, વિસ્તાર કે સંગઠન પર હુમલો કરવો એ ક્યાં નો ન્યાય? ભોગ બનનાર પણ એટલા હતપ્રત હતા કે ક્યારેય ફરિયાદ કરવા આગળ ન આવ્યા.RSS અને હિંદુ મહાસભા જેવાં સંગઠનો પર નો બેન ૧૯૪૯ માં હટાવી લેવા માં આવ્યો. હત્યા બાદ અનેક લોકો ની ધરપકડ કરવામાં આવી હતી. વીર સાવરકર નું નામ પણ લેવાયું હતું, પણ એમની સંડોવણી ન હોવા નું બહાર આવ્યું હતું. નાથુરામ વિનાયક ગોડસે, નારાયણ દત્તાત્રેય આપ્ટે, વિષ્ણુ રામકૃષ્ણ કરકરે, મદનલાલ કાશ્મીરીલાલ પાહવા, શંકર કિસ્તૈયા, ગોપાલ વિનાયક ગોડસે, દિગંબર બાગડે, દત્તાત્રેય સદાશિવ પરચૂરે, ગંગાધર દંડવતે, ગંગાધર જાધવ, સૂર્યદેવ શર્મા… અમાં થી બે ને ફાંસી અને છ ને આજીવન કારાવાસની સજા થઈ. બાકી નાં ને છોડી મૂક્યા.
હત્યા નાં દિવસે નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટે દિલ્હી રેલવે સ્ટેશન નાં વેઈટિંગ રૂમ માં રોકાયા હતા. નિર્ધારિત સમય મુજબ બિરલા હાઉસ તરફ નીકળતા હતા ત્યારે ગોડસે ને મગફળી ખાવા નું આપ્ટે ને કહ્યું. જે મળી નહીં. આથી આપ્ટે એ કહ્યું કે મગફળી દિલ્હી માં ક્યાં થી હોય? કાજુ – બદામ થી કામ ચાલી જશે? પણ ગોડસે ને માત્ર મગફળી જ ખાવી હતી. આથી આપ્ટે એ ફરી શોધ આદરી. છેવટે મળી ગઈ. ગોડસે એ મગફળી ખાધી. આપ્ટે એ કહ્યું – હવે જવાનો સમય થઈ ગયો છે.
ત્યાં થી ઘોડાગાડી માં કેનોટ પ્લેસ આવ્યા, ત્યાં થી બીજા ટાંગા માં બિરલા હાઉસ થી થોડે દુર ઉતર્યાં હતા. ગોડસે એ આગળ વધી ને આગેવાની લીધી.આ પહેલાં મદનલાલ પાહવા એ બોંમ ફેંક્યો હતો, જે ઘા ચૂકી જવાયો હતો.( ૨૦ જાન્યુઆરી) એથી આ વખતે બંને સાબદા હતા. ભુલ ચુક ને કોઈ ગુંજાઇશ નહોતી. પકડાઈ જાય તો, અથવા ઘા ચૂકી જવાય તો બુરા હાલ થવાના હતા. ઉપરાંત સાવચેત પણ થઈ જાય. આથી ભીડ નજીક જઈ ને ગાંધીજી ની નજીક પહોંચી જાય છે…
૧૯૧૫ માં ગાંધી આફ્રિકા થી લાંબા લગભગ બે દાયકા બાદ દેશ પરત ફર્યા ત્યારે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. ગાંધીજી ની હત્યા માં ગોડસે નું નામ એટલું ચાલ્યું કે સાથ માં ફાંસી એ ચડાવવા માં આવેલ નારાયણ આપ્ટે નું નામ અપવાદ ને બાદ કરતાં બહુ ઓછું લેવાયું.નવેમ્બર,૧૯૪૯ ના ગોડસે – આપ્ટે ને ફાંસી આપવામાં આવી હતી. બંને ઇચ્છત તો માફી નો રસ્તો, અથવા આજીવન કારાવાસની શક્યતા પણ ખુલ્લી જ હતી. આ કેસ માં બાબા સાહેબ આંબેડકર પણ પર્સનલ રસ લઈ રહ્યા હતા. અન્ય વકીલો ની ફૌજ હતી. પણ બંને ને માત્ર ફાંસી જ જોઈતી હતી. આ પણ આઝાદી ના ઇતિહાસ નું એક અંગ છે. ગોડસે એ કહ્યું હતું -” મેં વીર સાવરકર અને ગાંધી બંને નાં વિચારો નો ગહન અભ્યાસ કર્યો છે. મને લાગે છે કે આ બંને વિચારો એ ભારતીય જનતા ની વિચારધારા અને કાર્ય ને છેલ્લા ત્રીસ વર્ષ માં કોઈ પણ પરિબળ કરતાં વધુ આકાર આપ્યો છે. આ બધા વિચારો અને અધ્યયન થી મારી માન્યતા ને પુષ્ટિ મળી છે કે રાષ્ટ્રીય અને વૈશ્વિક નાગરિક તરીકે ની મારી પહેલી ફરજ હિન્દુત્વ અને હિંદુઓ ની સેવા કરવી છે.”એક જગ્યા એ ગોડસે એ કહ્યું છે કે ગાંધી મહાત્મા નહીં, એક નેતા છે. કોંગ્રેસ નાં નેતા.
ભાગલા બાદ પાકિસ્તાન ને ૫૫ કરોડ આપવા ના જક્કી વલણ થી અસંતોષ ખુબ વધી ગયો હતો. ત્યારે ભારત ના ખજાના માં ટોટલ ૪૦૦ કરોડ હતા.
અંબાલા ની જેલ માં ફાંસી આપવા માં આવી ત્યાર બાદ ભારત માં એક છુપો રોષ ફેલાઈ ગયો હતો. દેશ આઝાદ થઈ ગયો હતો,પણ હજી ઘણું એવું હતું જે નહોતું હોવું જોઈતું. કાનુન થી લઇ ને અંગ્રેજો ની દખલ અંદાજ. નેતાઓ ને જાણે કે અંગ્રેજો ને જ વફાદાર રહેવા ની શપથ લીધી હોય એમ સરકાર ચાલી રહી હતી.ઝીણા ની ભારત માં કોરિડોર બનાવવા ની જીદ સામે ગાંધી – નહેરુ ઝુકી ગયા હતા. જસ્ટ થિંક, જો કોરિડોર બન્યો હોત તો? પાકિસ્તાને ભારત પાસે થી પૈસા લઈ ને કાશ્મીર પર હુમલો કર્યો હતો.( આતંકવાદ નાં ઉત્પાદન મામલે જગ આખા માં બદનામ છે.) ભાગલા વખતે એક કાગળ બન્યો હતો, જેમાં ઉલ્લેખ હતો કે જો પાકિસ્તાન દેશ તરીકે નિષ્ફળ રહે તો પહેલો અધિકાર ભારત નો રહેશે.( સાંભળો છો ને મોટા ભાઈ). પણ આવા કોઈ એગ્રીમેંટ અને પાકિસ્તાન ને કંઈ લેવાદેવા નથી.
ભારત – પાકિસ્તાન ના ભાગલા બહુ આનન ફાનન માં કરવા માં આવ્યા હતા. આટલી બધી ઉતાવળ શું કામ હતી? મજહબ નાં નામે એક અલગ ટુકડો કાઢી જ આપવો હતો, તો બધું જ ગોઠવી ને ભાગલા કરવા હતા. પાકિસ્તાન નાં મંડાણ બહુ વહેલે થઈ ગયાં હતાં. મુસ્લિમ લીગ, કોંગ્રેસ, અંગ્રેજો, ઉચ્ચ નેતાઓ.. બધા જાણતા હતા. અજાણ હતી જનતા. અચાનક દેશ માં દંગા ફાટી નીકળ્યા હતા. શા માટે? અલગ મુલ્ક મળી રહ્યો હતો ને..! તો દંગા નિર્માણ થવા નું કોઈ કારણ નહોતું. હિંદુ – મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અટકાવવા ગાંધી – નહેરુ સરેઆમ નિષ્ફળ ગયા હતા. ગાંધી હિંદુઓ ને સંભાળી રહ્યા હતા, પણ મુસ્લિમો બેફામ બન્યા હતા. એમની પાસે કોઈ ગાંધી નહોતા. જે હતા તે ઝીણા ભાઈ હતા. બંને પક્ષે ચિક્કાર ખૂંવારી થઈ હતી.નિર્દોષ લોકો મર્યા હતા.ભાગલા માટે લાંબો સમય લઈ શકાયો હોત.

*અવતરણ*
ગાંધી પાસે હે રામ! કહેવા જેટલો સમય કે સુદ્ધી નહોતી. ગાંધી તો સેક્યુલર હતા. રામ – રહીમ, કૃષ્ણ – કરીમ, ઈશ્વર -અલ્લાહ બોલતા હતા. તો અંતિમ સમયે માત્ર હે રામ! કેમ બોલી શકે? આ કોંગ્રેસ દ્વારા ગાંધી નાં મોઢા માં ઠુંસવા માં આવેલો શબ્દ હતો. જેથી હિંદુઓ નાં વોટ મળી શકે.
– ગોપાલ ગોડસે ( નાથુરામ ગોડસે ના ભાઈ).
( *આવતા અંકે વાંચો ગોડસે નું સ્ફોટક અંતિમ નિવેદન.* )