ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહમદને પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. 17 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. અતીક અહેમદને ગઈકાલે સાંજે પ્રયાગરાજની નૈની જેલમાં લાવ્યા બાદ આજે સવારે એમ.પી. એમ.એલ.એ કોર્ટમાં હાજર કરવા માટે પોલીસ અતીક-અશરફને લઈને કોર્ટમાં પહોંચી ગઈ છે. જેલમાંથી પ્રથમ વાન ખાલી રવાના થઈ હતી. બીજી વાનમાં ફરહાન, પછી ત્રીજી વાનમાં અશરફ અને છેલ્લી વાનમાં અતીકને લઈને નૈની સેન્ટ્રલ જેલમાંથી 50 સુરક્ષાકર્મીઓ સાથે પોલીસ કોર્ટ જવા રવાના થઈ હતી. યુપી પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
